rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

24 ઘર, 4 પ્લોટ, 4 ગાડીઓ, 15 હજાર પગાર ધરાવતો ગજબનો છે આ 30 કરોડી કલર્ક

30 Crore Property seized.
, શુક્રવાર, 1 ઑગસ્ટ 2025 (11:48 IST)
30 Crore Property seized.
 કર્ણાટકના કોપ્પલના રહેનારા પૂર્વ કલર્કના ઘરમાંથી લોકાયુક્તના છાપામાં 30 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી છે. આરોપી પૂર્વ કલર્કની ઓળખ કલાકપ્પા નિદાગુંડીના રૂપમાં કરવામાં આવી છે. લોકાયુક્તએ આરોપી કલર્કના ઘરમાંથી જે સંપત્તિ જપ્ત કરી છે તેમા 24 મકાન, 4 પ્લોટ, 40 એકર ખેતીની જમીન, 350 ગ્રામ સોનુ, 1.5 કિલો ચાન્દી અને ચાર ગાડીઓનો સમાવેશ છે. 
 
આ બધી મિલકતો તેમના નામે, તેમની પત્નીના નામે અને તેમના ભાઈના નામે હતી. આશ્ચર્યજનક વાત એ છે કે જે ભૂતપૂર્વ કારકુનમાંથી 30 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ઘરની મિલકત મળી આવી હતી, તેમનો પગાર માત્ર 15,000 રૂપિયા હતો.
 
તમને જણાવી દઈએ કે લોકાયુક્ત અને કોપ્પલના ધારાસભ્ય કે. રાઘવેન્દ્ર હિટનાલે સંપૂર્ણ તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ખાસ વાત એ છે કે નિદાગુન્ડી અને ભૂતપૂર્વ KRIDL એન્જિનિયર ઝેડ.એમ. ચિંચોલકરે 96 અધૂરા પ્રોજેક્ટ્સ માટે નકલી દસ્તાવેજો તૈયાર કરીને 72 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરી હોવાનો આરોપ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Price Down - સોનાના ભાવમાં ઘટાડો, રક્ષાબંધન પર બહેનોને 'સોનું' ભેટ આપવાની તક