Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોલકતા રેપ કેસ : આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું

protest in kolkata
, ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (15:10 IST)
ગુરુવારે કોલકતાની આરજી કર મેડિકલ કૉલેજમાં તબીબ સાથે બળાત્કાર અને હત્યા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે તબીબોના સંગઠનને જણાવ્યું હતું કે નેશનલ ટાસ્ક ફૉર્સ દ્વારા તમામ પક્ષકારોને સાંભળવામાં આવશે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કોર્ટે કહ્યું હતું કે જો તબીબો કામ નહીં કરે તો સાર્વજનિક આરોગ્યસેવાઓ કેવી રીતે ચાલશે?
 
દેશભરમાં યોજાયેલાં વિરોધપ્રદર્શનોની વચ્ચે સર્વોચ્ચ અદાલતે આરોગ્યકર્મી તેમાં પણ વિશેષ કરીને મહિલાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા મુદ્દે વિચાર કરવાના હેતુસર રાષ્ટ્રીય ટાસ્ક ફૉર્સનું ગઠન કર્યું છે. આ દળને ત્રણ અઠવાડિયાંમાં વચગાળાનો તથા બે મહિનામાં અંતિમ અહેવાલ સુપ્રત કરવા જણાવવામાં આવ્યું છે.
 
કોર્ટે પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરોને કામ પર પરત ફરવા માટે કહ્યું છે, સાથે જ ઍમ્સ નાગપુરના કર્મીઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ કામ ઉપર પાછા ફરશે, એ પછી તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.
 
ઍઇમ્સ નાગપુરના તબીબોનું કહેવું હતું કે વિરોધપ્રદર્શનને કારણે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં નથી આવતા.
 
સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સરકારી હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ પ્રત્યે અમે સંવેદનશીલ છીએ. કોર્ટે સીબીઆઈનો રિપોર્ટ ધ્યાને લીધો છે. અપ્રાકૃતિક મૃત્યુ નક્કી થાય, તે પહેલાં જ શબનું પૉસ્ટમૉર્ટમ કરી દેવાયું એ ખૂબ જ ચોંકાવનારી બાબત છે.
 
સુપ્રીમ કોર્ટે સૌ પહેલાં મહિલા તબીબનાં મૃત્યુ વિશેનો કેસ દાખલ કરનારા કોલકતા પોલીસના અધિકારીને પણ હાજર રહેવા આદેશ આપ્યો છે.
 
સીબીઆઈએ ઉચ્ચતમ અદાલતને કહ્યું હતું કે શંકાના આધારે પીડિતના મિત્રની પૂછપરછ કરવામાં આવી છે તથા તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. કોલકતા પોલીસે પહેલાં પીડિતાનાં માતા-પિતાનો સંપર્ક કરીને આત્મહત્યા કરી હોવાની વાત કહી હતી, એ પછી હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
 
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે પીડિતાના અંતિમસંસ્કાર થઈ ગયાં, એ પછી રાત્રે પોણા અગ્યાર વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી. જે સૌથી ચોંકાવનારી બાબત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો વારંવાર ભંગ કરતા હોય તો સાવધાન, 130 લોકોને નોટિસ