પંજાબના અજનલામાં ખાલિસ્તાન સમર્થક સંગઠન 'વારિસ પંજાબ દે'ના સમર્થકો અને પોલીસ વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ છે. હકીકતમાં પોલીસે સંગઠનના બે સભ્યોની ધરપકડ કરી હતી. જેને છોડાવવા તેઓ પોલીસ સ્ટેશનને ઘેરો કરવા આવ્યા હતા
પંજાબમાં ગુરુવારે ખાલિસ્તાની તરફી સંગઠન 'વારિસ પંજાબ દે'ના સભ્યોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. બે સાથીઓની ધરપકડ બાદ આતંકી સંગઠનના સમર્થકો ચીફ અમૃતપાલ સિંહે તેમના સમર્થકોને અજનાલા ખાતે એકઠા થવાની અપીલ કરી હતી. તેમના સમર્થકોએ અહીં પોલીસ સ્ટેશનને તલવારો, લાકડીઓ અને સળિયાઓ સાથે ઘેરી લીધું હતું
તેના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી. પોલીસે તેમને રોકવા માટે બેરીકેટીંગ પણ કરાવ્યું હતું, પરંતુ તેઓ રોકાયા ન હતા અને બેરીકેટ હટાવી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તલવાર, લાકડી
અને લાઠીઓ વડે 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.