Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

AAPની 10 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

Aam Aadmi Part
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (14:17 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.
webdunia
બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CWG 2022 India Medals Tally: ભારતીય વેટલિફ્ટરોનુ શાનદાર પ્રદર્શન કાયમ, ઈગ્લેંડ પણ પાછળ થયુ, જાણો પદક તાલિકામાં ક્યા પહોચ્યુ ભારત