Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CWG 2022 India Medals Tally: ભારતીય વેટલિફ્ટરોનુ શાનદાર પ્રદર્શન કાયમ, ઈગ્લેંડ પણ પાછળ થયુ, જાણો પદક તાલિકામાં ક્યા પહોચ્યુ ભારત

CWG 2022 India Medals Tally
, મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (13:36 IST)
CWG 2022 India Medals Tally:  બર્મિધમ રાષ્ટ્રમંડળ રમતમાં ભારતનુ શાનદાર પ્રદર્શન કાયમ છે. ભારતીય ખેલાડી ખાસ કરીને વેટલિફ્ટર રોજ દેશ માટે એક પદક જીતી રહ્યા છે. ચોથા દિવસે પણ ભારતીય મહિલા વેટલિફ્ટર હર જિંદર કૌરે એક કંસ્ય પદ પોતાને નામ કર્યુ. સોમવારે જોકે પહેલીવાર કોઈ બીજી રમતમાં ભારતે મેડલ મેળવ્યો. જૂડોમાં સુશીલા દેવી સુવર્ણ પદક ચૂકી  ગઈ પણ તેમણે આ રમતમાં દેશને પહેલો પદક અપાવી દીધો. ત્યારબાદ વિજય કુમારે કાંસ્ય પદક જીત્યો. ભારતને ચોથા દિવસે કુલ ત્રણ મેડલ મળ્યા. જ્યારબાદ ભારતના પદકોની સંખ્યાવધીને નવ પર પહોચી ગઈ. 
 
ભારત છઠ્ઠા સ્થાન પર કાયમ 
ભારતના મેડલની વાત કરીએ તો હવે તેની પાસે ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ છે. જેમાં સૌથી વધુ સાત મેડલ વેઈટ લિફ્ટિંગમાં આવ્યા છે જ્યારે બે જુડોમાં મળ્યા છે. ભારત કુલ નવ મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને યથાવત છે. જ્યારે આજે આ સ્થિતિમાં ફેરફાર જોવા મળી શકે છે. કારણ કે આજે એટલે કે પાંચમા દિવસે ભારતને બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને લૉન બોલમાં ગોલ્ડ મેડલ મળવાની આશા છે. આ ઉપરાંત આજથી શરૂ થનારી એથ્લેટિક્સ ઈવેન્ટ્સમાં પણ ભારતનું ખાતું ખોલવામાં આવી શકે છે.
 
મેડલ લિસ્ટમાં ટોપ ત્રણની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 31 ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે યજમાન ઈંગ્લેન્ડ 21 અને ન્યુઝીલેન્ડ 13 ગોલ્ડ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. 
 
વેઈટલિફ્ટિંગમાં ભારતે સૌથી વધુ મેડલ મેળવ્યા છે
ભારત હજુ પણ એક મામલામાં ટોચ પર છે. ભારતે ત્રણ ગોલ્ડ સહિત કુલ સાત મેડલ સાથે વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ જીતવાની બાબતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે આ મામલામાં ઈંગ્લેન્ડની ટીમ બે ગોલ્ડ સહિત ચાર મેડલ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. અહીં મલેશિયાના ખાતામાં પણ બે ગોલ્ડ છે અને તે ત્રીજા નંબર પર છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તિરંગા ગીત- વિજયી વિશ્વ તિરંગા પ્યારા