Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક કાશ્મીરી મુસ્લિમે પંડિતોની હાથ જોડીને માંગી માફી, જાણો શુ રહી વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા

એક કાશ્મીરી મુસ્લિમે પંડિતોની હાથ જોડીને માંગી માફી, જાણો શુ રહી વિવેક અગ્નિહોત્રીની પ્રતિક્રિયા
નવી દિલ્હી. , સોમવાર, 21 માર્ચ 2022 (11:32 IST)
કાશ્મીરના એક્યુવા મુસ્લિમ એક્ટિવિસ્ટે 90ના દાયકાની ઘટનાઓને માટે કાશ્મીરી પંડિતોની હાથ જોડીને માફી માંગી છે અને દાવો કર્યો છે કે તેઓ પોતે પણ હિન્દુઓના નરસંહારના પ્રત્યક્ષ ગવાહ છે. તેમણે એક સ્થાનીક ન્યુઝ ચેનલ પર ડિબેટ દરમિયાન આ વાત કરી છે અને પછી ટ્વીટ દ્વારા પણ કશ્મીરના મુસલમાનોને આગળ આવીને પોતાનો ગુનો કબૂલ કરવા અને સામૂહિક માફી માંગવાનુ કહ્યુ છે. કાશ્મીરી પંડિતો સાથે થયેલ બર્બરતા પર બનેલી ફ્હિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એ યુવા મુસ્લિમ એક્ટિવિસ્ટનો વીડિયો શેયર કર્યો છે અને તેના વખાણ કરતા કેટલીક જરૂરી વાતો લખી છે. 

Read more at: https://hindi.oneindia.com/news/india/a-kashmiri-muslim-apologized-with-folded-hands-to-pandits-know-what-was-vivek-agnihotri-s-reaction/articlecontent-pf419460-670500.html a-kashmiri-muslim-apologized-with-folded-hands-to-pandits-know-what-was-vivek-agnihotri-s-reaction
 
હિંદુઓના નરસંહારના પ્રત્યક્ષદર્શી હોવાનો દાવો કરતા, ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર માટે સામૂહિક માફી માંગવા માટે કાશ્મીરી મુસ્લિમ યુવકની પહેલની પ્રશંસા કરી છે. હકીકતમાં, સ્થાનિક ANN સમાચાર પર પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટ (સેક્યુલર)ના જનરલ સેક્રેટરી જાવેદ બેગે કહ્યું છે કે તેઓ કાશ્મીરમાં સંગ્રામપુરા હત્યાકાંડના પ્રત્યક્ષ સાક્ષી છે અને તેમણે જોયું છે કે કેવી રીતે નિર્દોષ કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે આજના યુવાઓએ પાછલી પેઢીની ભૂલોનો સ્વીકાર કરવો જોઈએ. આ વીડિયો શેયર કરતા તેમણે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટર પર લખ્યુ કે જો કોઈ યુવાનને જાણતુ હોય તો તેના સુધી મારો પ્રેમ અને આભાર પહોંચાડો. 
 
'તેઓ પલાયન નહોતા પણ બળજબરીથી કાઢી મુકવામાં આવ્યા હતા' તેણે અનેક ટ્વિટ દ્વારા પણ પોતાની વાત રજૂ કરી છે અને કહ્યું છે કે તેના પિતાની પેઢીના પાપના સત્ય વિશે બોલવું જરૂરી બની ગયું છે. તેમણે લખ્યું છે કે 'કાશ્મીરી પંડિતોએ પલાયન નહોતુ કર્યું તે હકીકત, પરંતુ તેમને  હિંસક અને અપમાનજનક રીતે બહાર કાઢુ મુકવામાં આવ્યા હતા. તેણે ત્યાં સુધી લખ્યું છે કે 'કાશ્મીરના રાજકીય વર્ગ અને કાશ્મીરના મોટા મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરી પંડિતોને બળજબરીથી બહાર કાઢવાના શરમજનક ઇનકારથી હું નિરાશ છું. તેથી જ કાશ્મીરની વિશ્વસનીય સંસ્થાઓ અને અગ્રણી મુસ્લિમો આગળ આવે અને 1990ના આપણાં પાપોનો એકરાર કરે તે વધુ મહત્ત્વનું બની ગયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરિવારનીની નજરો સામે ગંગાની લહેરોમાં ડૂબી ગયો સુરતનો યુવક