Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાસગંજ - ટ્રેનની છત પર ચઢેલો યુવક જીવતો સળગતા મોત, ખોફનાક દુર્ઘટના જોઈ ડરી ગયા મુસાફરો

death fire
કાસગંજઃ , શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (18:14 IST)
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક યુવકનું રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનની છત પર ચઢવાથી દર્દનાક મોત નીપજ્યું. ટ્રેનની છત પર ચઢેલો  યુવક  જીવતો સળગી ગયો.  યુવક ટ્રેનની છત પર પડીને થોડો સમય સળગતો રહ્યો. યુવાનને જીવતો સળગતા જોઈને ઘટનાસ્થળે ચકચાર મચી ગઈ હતી. જે બાદ OHE લાઇન બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આગ ઓલવીને યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 ની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંદરો એક મહિલા મુસાફરનું ચપ્પલ લઈને ટ્રેનની બોગી પર ચઢી ગયો હતો.

 
મહિલા મુસાફરની ચપ્પલ લેવા ગયો હતો યુવક 
 
વાંદરા પાસેથી ચપ્પલ લેવા માટે યુવક ટ્રેનની બોગી પર ચડી ગયો હતો. દરમિયાન, તે OHE લાઈનથી અથડાઈ ગયો. યુવકને જીવતો સળગતા જોઈ મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે OHE કરંટ બંધ થયા બાદ યુવક લગભગ 15 મિનિટ સુધી સળગતો રહ્યો. કાસગંજથી ફરૂખાબાદ જનારી એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોમ સંખ્યા 2 પર ઉભી હતી. ત્યારે એક મહિલા મુસાફરની ચપ્પલ લઈને વાંદરો ભાગી ગયો. બીજી બાજુ મુસાફરોના બૂમરાણ કરતા વાંદરો બોગી પર જ ચપ્પલ છોડીને ભાગી ગયો. જ્યારબાદ કાસગ&ક સ્ટેશન પર કામ કરનારા વેંડર અશોક મહિલા મુસાફરની ચપ્પલ લેવા ટ્રેન પર ચડ્યો હતો. 
 
ખુદને છોડાવવા માટે છટપટાતો રહ્યો યુવક 
 
આ દુર્ઘટનાથી પ્રત્યક્ષજોનારાઓએ જણાવ્યુ કે કરંટ લગાવવાના દરમિયાન યુવક ખુદને છોડાવવા માટે છટપટાતો રહ્યો. બીજી બાજુ દુર્ઘટનાની સૂચના મળતા રેલવે અધિકારીઓએ વિદ્યુત આપૂર્તિને બંધ કરી અગ્નિશમન ઉપકરણોથી આગ ઓલવી. બીજી બાજુ ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે શબને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ. મૃતકના પરિજનોને પણ દુર્ઘટનાની સૂચના આપવામાં આવી.  સ્ટેશન મેનેજર મનોજ શર્માએ જણાવ્યું હતું કે કાનપુરથી કાસગંજ જતી ટ્રેન નંબર 15037ને ઘટના બાદ પાવર સપ્લાય બંધ થવાને કારણે બગરી કલા સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૃંદાવનમાં Virat Kohli અને Anushka Sharma એ આશ્રમમાં માથુ ટેક્યુ, પુત્રી વામિકા પણ હતી સાથે... જુઓ ક્યુટ વીડિયો