Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEO: શિરડી સાઈબાબા પર 400 કરોડથી વધુની ધનવર્ષા

shirdi saibaba
, શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (12:37 IST)
કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે. પણ જ્યારે માણસ જ ઉપરવાળાને આપવા પર આવી જાય તો છપ્પર સુધી નોટો ભરી દે છે. અમે આવુ એટલા માટે કહી રહ્યા છે કારણ કે શિરડીના સાઈબાબા મંદિરમાં ધનવર્ષા થઈ છે. શિરડી સાઈના દરબારમાં શ્રદ્ધાળુઓએ દિલ અને ખિસ્સો ખોલીને દાન આપ્યુ છે. જાણવા મળ્યુ છે કે શિરડીના સાઈબાબાના મંદિરમાં 400 કરોડથી વધુનુ દાન આવ્યુ છે. 
168 કરોડ રૂપિયા રોકડા આવ્યા 
 
 એવુ જાણવા મળ્યુ છે કે શિરડી સાઈના મંદિરમાં 400 કરોડથી વધુનો જે ચઢાવો આવ્યો છે તેમા 167 કરોડ 77 લાખ 1 હજાર રૂપિયા રોકડા આવ્યા છે. ડોનેશન કાઉંટર પર કપાવેલી રસીદો દ્વારા 74 કરોડ 3 લાખ 26 હજાર 464 રૂપિયાની રકમ ચઢાવાના રૂપમાં આવી છે. આ ઉપરાંત સોના ચાંદી વગેરેના ઘરેણાની કિમંત પણ કુલ ભેટમાં સામેલ છે. 
 
175 કરોડ રૂપિયાના આવકવેરાની ચુકવણીમાં મળી છૂટ 
ગયા મહિને જ શિરડીના શ્રી સાઈબાબા મંદિર ટ્રસ્ટને ગયા વર્ષે ત્રણ વર્ષમાં લગાવેલ 175 કરોડ રૂપિયાની આવકવેરા ચુકવણીમાં છૂટ આપવામાં આવી છે. એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી આ છૂટ આપવામાં આવી છે.  જાહેરાત મુજબ વર્ષ 2015-16ના કરનુ અવલોકન  કરતા આવકવેરા વિભાગને જાણ થઈ કે સાઈબાબા સંસ્થા ધાર્મિક ટ્રસ્ટ નથી પરંતુ એક ધર્માર્થ ટ્રસ્ટ છે. આ આધાર પર દાન પેટીમાં પ્રાપ્ત દાન પર 30 ટકા આવકવેરો લગાવતા 183 કરોડ રૂપિયાની કર ચુકવણી નોટિસ રજુ કરવામાં આવી. ત્યારબાદ ટ્રસ્ટે ઉચ્ચ ન્યાયાલયમાં એક રિટ અરજી દાખલ કરી, જેને કરના નિર્ધારણ સુધી આવકવેરા પર રોક લગાવવાનો આદેશ આપ્યો. આવકવેરા વિભાગે છેવટે શ્રી સાઈબાબા સંસ્થાને એક ધાર્મિક અને ધર્માર્થ ટ્રસ્ટના રૂપમાં સ્વીકાર કરતા દાન પેટીમાં દાન પર લાગનારા કર પરથી છૂટ આપવામાં આવી. આ રીતે શ્રી સાઈબાબા સંસ્થાને છેલ્લા ત્રણ વર્ષમાં લગાવેલ 175 કરોડ રૂપિયાની આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મંદિરના ગુંબજ સાથે અથડાયો પ્લેન, દુર્ઘટનામાં કેપ્ટનનું મોત