Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે તોડ્યો રૂસનો રેકોર્ડ, 100 કરોડનો ફાયદો કરાવશે #ISRO

ભારતે તોડ્યો રૂસનો રેકોર્ડ, 100 કરોડનો ફાયદો કરાવશે #ISRO
શ્રીહરિકોટા , બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (10:39 IST)
ભારતના અંતરિક્ષ મિશન માટે આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો.  કારણ કે પહેલી વખત કોઈ દેશે એક રોકેટથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે.  ઈસરોએ આજે સવારે 9.28 મિનિટે પીએસએલવી-સી37/કાર્યોસેટ-2 સિરિઝથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. તેના પહેલા મિશન તૈયારીની સમીક્ષા સમિતિ અને ‘લૉંચ પ્રાધિકાર બોર્ડે’ મંજૂરી આપી હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધિકારીએ કહ્યું, ‘અમે અંતિમ રૂપથી પૃથ્વીથી લગભગ 500 કિમી ઉપર સૂર્ય-સમકાલિક (સન સિંક્રોનસ) કક્ષામાં સવારે લગભગ નવ વાગે ઉપગ્રહો છોડવાનો નિર્ણય લીધો છે.’ જ્યા એક બાજુ ઈસરોએ આટલા બધા સેટેલાઈટ એક સાથે છોડવાનો આ રેકોર્ડ બનાવ્યો તો બીજી બાજુ ભારતને ઈસરો 100 કરોડનો ફાયદો પણ પહોચાડશે. 
 
આ થશે ફાયદો 
 
- સેટેલાઈટના છોડવાની સાથે જ ઈસરોએ રૂસનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. રૂસના નામે 37 સેટેલાઈટ એક સાથે છોડવાનો રેકોર્ડ છે. 
- આ બધુ કામ ઈસરોના કમર્શિયલ વિંગ અંતરિક્ષ કોર્પોરેશન સંચાલિત કર્યુ. આ સફળતા સાથે જ હવે તેમને વધુ પ્રોજેક્ટ મળવાની આશા છે. 
 
- પીએસએલવી દ્વારા લોંચ કરવાનો ખર્ચ 100 કરોડ રૂપિયા છે. વૈજ્ઞાનિકો મુજબ અંતરિક્ષ કોર્પોરેશને આ સેટેલાઈટ્સ દ્વારા 200 કરોડ રૂપિયાની ડીલ કરી છે. મતલબ તેમને 100 કરોડ રૂપિયાની બચત થઈ. 
 
- વિશેષજ્ઞ માની રહ્યા છે કે આ લોન્ચના સફળ થયા પછી દુનિયા ભરમાં નાની સેટેલાઈટ લોન્ચ કરવાના મામલામાં ઈસરો પ્રથમ પસંદ બની જશે.  જેનાથી દેશને આર્થિક રૂપે ફાયદો થશે. 
 
-વિદેશી સેટેલાઈટ આટલી ઓછી કિમંતમાં લોંચ કરવાને કારણે અમેરિકી પ્રાઈવેટ લોન્ચ ઈંડસ્ટ્રી માટે ઈસરો સીધો હરીફ બની ગયો છે. 
 
ઉલ્લેખનીય છે કે મિશનમાં મુખ્ય ઉપગ્રહ 714 કિલોગ્રામ વજનવાળો કાર્ટોસેટ-2 શ્રેણી ઉપગ્રહ હતો જે આ શ્રેણી પહેલા છોડાયેલ અન્ય ઉપગ્રહોની જેવો છે. આ ઉપરાંત ઈસરોના બે અને 101 વિદેશી અતિ સૂક્ષ્મ ઉપગ્રહોને છોડવામાં આવ્યા જેનુ કુલ વજન 664 કિલોગ્રામ છે. વિદેશી ઉપગ્રહોમાં 96 અમેરિકા અને ઈઝરાયેલ, કજાખિસ્તાન, નીધરલેંડ, સ્વિટઝરલેંડ અને સંયુક્ત અરબ અમીરાતના એક એક ઉપગ્રહનો સમાવેશ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન