Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન

ખેડૂતો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં ઓબીસી એકતા મંચ દ્વારા આજે સાણંદ બંધનું એલાન
, બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (09:48 IST)
સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.  સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી.
 
 
સાણંદમાં ખેડૂતો પર પોલીસે કરેલા લાઠીચાર્જ બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યભરના ખેડૂતો રોષે ભરાયા છે. ત્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર, પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ તથા વિરોધ પક્ષે આ ઘટનાને વખોડી હતી. સાણંદની ઘટના બાદ અલ્પેશ ઠાકોરે સાણંદની મુલાકાત લીધી હતી. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

UP Election 2017 Live: બીજા ચરણની 67 સીટો માટે મતદાન શરૂ