Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાઈલ્ડ પોર્ન જોવો અપરાધ છે કે નહી ? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો નિર્ણય

Delhi Court
નવી દિલ્હી. , સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (12:13 IST)
ચાઈલ્ડ પોર્ન જોવો અપરાધ છે કે નહી જેના પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે ચાઈલ્ડ પોર્ન સાથે સંકળાયેલી સામગ્રી યૌન અપરાધો સાથે બાળકોના સુરક્ષા અધિનિયમ ( POCSO અધિનિયમ) હેઠળ પણ અપરાધ છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી POCSO એક્ટ અને  IT કાયદા  હેઠળ અપરાધ છે. 
 
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સંસદને POCSO અધિનિયમમાં સંશોધન માટે એક કાયદો લાવવાની સલાહ આપી છે. જેમા  'child pornography' શબ્દને  "Child Sexual Exploitative and Abusive Material" સાથે બદલવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટનુ કહેવુ છે કે સંશોધન લાગૂ થતા સુધી કેન્દ્ર્ સરકાર આ ઉદ્ધેશ્યથી અધ્યાદેશ લાવી શકે છે. સુર્પીમ ક ઓર્ટે બધી કોર્ટને આદેશ આપ્યો છે કે તેઓ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે. 
 
શુ છે આખો મામલો ?
સુપ્રીમ કોર્ટે આ વિશે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોધાયેલ કેસ એવુ કહેતા રદ્દ  કરી દીધો હતો કે તેને ચાઈલ્ડ પોર્ન ફક્ત પોતાની પાસે રાખ્યો. તેને ફોરવર્ડ કર્યો નથી. બાળકોના અધિકાર માટે કામ કરનારી અનેક સંસ્થાઓએ આ આદેશ વિરુદ્ધ SCનો દરવાજો ખખડાવ્યો હતો. 
 
સુપ્રીમ કોર્ટે બધી કોર્ટને ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે બાળકો સાથે યૌન અપરાધ સાથે જોડાયેલ વીડિયોને ફક્ત ડાઉનલોડ કરવુ જ નહી પણ તેને જોવો   કે તેને પોતાની પાસે ઈલેક્ટ્રોનિક ગેજેટમાં રાખવો પણ અપરાધ છે.  સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તેને પોક્સો એક્ટ સેક્શન 15 (1) હેઠળ અપરાધ માનવામાં આવશે. કોર્ટે કહ્યુ કે ભલે જ કોઈ વ્યક્તિનો ઉદ્દેશ્ય એવો વીડિયો પબ્લિશ કરવો કે પછી બીજાને મોકલવાનો ન હોય છતા પણ આ પોક્સો એક્ટ હેઠળ અપરાધ માનવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઇઝરાયલ અને હિઝબુલ્લાના એકબીજા પર હુમલા, અમેરિકાએ પણ આપી ચેતવણી