rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indore Honeymoon Couple રાજા, સોનમ અને તે 3 લોકો...અચાનક શંકાની સોય ફરી, ઇન્દોર ગુમ થયેલા કપલ કેસમાં નવો ખુલાસો

indore missing couple
, રવિવાર, 8 જૂન 2025 (14:49 IST)
ઇન્દોર કપલ ગુમ થવાના રહસ્યનો ઉકેલ જટિલ બન્યો છે. રાજા રઘુવંશીનું મૃત્યુ થયું છે. તેમનો મૃતદેહ પણ મળી ગયો છે. પરંતુ સોનમ વિશે અત્યાર સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસથી લઈને પરિવાર સુધી, બધા સોનમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હનીમૂન માટે ઇન્દોર ગયેલા કપલનું શું થયું? સોનમ ક્યાં છે? શું તે જીવિત છે કે નહીં? કે પછી કોઈ મોટું ષડયંત્ર છે, જેનાથી દુનિયા અજાણ છે. હવે હનીમૂન માટે ગયેલા કપલ રાજા રઘુવંશી અને સોનમના ગુમ થવાના કેસમાં એવો ખુલાસો થયો છે, જેનાથી શંકાની સોય અચાનક ફરી ગઈ છે.
 
હા, ઇન્દોરના ગુમ થયેલા કપલ કેસમાં 3 લોકોની એન્ટ્રીથી મામલો વધુ જટિલ બન્યો છે. મેઘાલયના એક ટુરિસ્ટ ગાઇડે ખુલાસો કર્યો કે રાજા રઘુવંશી અને સોનમ સાથે વધુ ત્રણ લોકો હતા. ત્રણેય પુરુષો હતા. જે દિવસે રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સોહરા વિસ્તારમાંથી ગાયબ થયા, તે દિવસે તે ત્રણ લોકો તેમની સાથે જોવા મળ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે તે ત્રણ લોકો કોણ હતા? સોનમ અને રાજા સાથે તેમનો શું સંબંધ હતો? શું તેઓ રાજાના ખૂની હતા? શું સોનમનું અપહરણ થયું છે?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rinku Singh Priya Saroj Engagement: રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈની પહેલી તસવીર સામે આવી