rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indore Missing Couple: બાંગ્લાદેશમાં હોઈ શકે છે સોનમ ? રાજાના મોટાભાઈએ બતાવી આશંકા

indore missing couple
, ગુરુવાર, 5 જૂન 2025 (10:46 IST)
Indore Missing Couple: મધ્યપ્રદેશના ઇન્દોરથી હનીમૂન માટે શિલોંગ ગયેલા ઇન્દોરના રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ રઘુવંશી સાથે બનેલી ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. બુધવારે રાજાનો મૃતદેહ ઇન્દોર લાવવામાં આવ્યો હતો. મૃતદેહ જોઈને રાજાના માતા-પિતા અને પરિવાર ખૂબ જ રડવા લાગ્યા હતા. દુઃખદ વાતાવરણમાં, અંતિમ સંસ્કાર દરમિયાન આંસુભરી આંખો સાથે રાજાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન, રાજાના ભાઈએ સોનમના અપહરણની શક્યતા વ્યક્ત કરતા મોટું નિવેદન આપ્યું છે.
 
બાંગ્લાદેશમાં હોઈ શકે છે સોનમ ?
રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશીએ મીડિયા સાથે વાત કરતા  કહ્યું કે સોનમની શોધખોળ ચાલી રહી છે. ત્યાં હવામાન થોડું ખરાબ છે. રાજાની ઘડિયાળ અને કેટલીક વસ્તુઓ મળી આવી છે. જ્યારે મીડિયાકર્મીઓએ તેમને ત્યાંથી બાંગ્લાદેશ સરહદ વિશે પૂછ્યું ત્યારે વિપિને કહ્યું કે આશંકા છે અને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ત્યા કોઈ નવુ કપલ આવે તો કપલમાંથી યુવતીઓનું અપહરણ કરવામાં આવે છે.
 
અપહરણ કરી હત્યાની બતાવી આશંકા 
રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશીએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમે જ્યાં વાત કરી હતી તે છેલ્લી જગ્યાથી 5 કિમી આગળ એક પાર્કિંગ યાર્ડ છે. તે બે વર્ષથી બંધ છે, છતાં ત્યાંની સરકારે ભીડ ન હોવા છતાં તે જગ્યા ખુલ્લી રાખી છે. જેના કારણે એવી શંકા છે કે તેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે તેઓ રાજા અને સોનમને શોધવા ગયા ત્યારે તેમને ત્યાં કોઈ પ્રકારનો સપોર્ટ મળ્યો નહોતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાતિગત વસ્તી ગણતરીની તારીખોની જાહેરાત, આ દિવસથી શરૂ થશે