Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત આતંકવાદને જડથી ખતમ કરવા.. ગૃહ મંત્રી અમિત શાહની ઓપરેશન સિંદૂર પર પહેલી પ્રતિક્રિયા, પાકને આપ્યો શૉક

amit shah
, બુધવાર, 7 મે 2025 (10:33 IST)
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાની એક્સ પોસ્ટ પરથી ભારતનો પક્ષ સ્પષ્ટ કરી દીધો છે. નરેન્દ્ર મોદી સરકારની પાકિસ્તાન માટે શુ નીતિ રહેશે તેના પર પણ અમિત શાહે ક્લૈરિતી આપી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્ય છે કે ભારત ગભરાય એવુ નથી. તે દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે.  આ સાથે જ તેમણે કહ્યુ કે ભારત આતંકવાદને જડથી ખતમ કરવાના રસ્તે છે.   તેમની આ એક્સ પોસ્ટ ઓપરેશન સિંદૂરના સફળ હોવાના થોડા કલાક પછી જ સામે આવી છે. ભારતીય સેનાએ મંગળવાર-બુધવાર દરમિયાન 1.44 વાગે લગભગ લેના કર્યુ કે તેમને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કરિશ્મીરના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે.  
 
અમિત શાહે કહી આ વાત 
ગૃહ મંત્રી અમિત શાહે પોતાની એક્સ પોસ્ટમા લખ્યુ છે, આપણને આપણા સશસ્ત્ર બળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર પહેલગામમાં આપણા નિર્દોષ ભાઈઓની ક્રૂર હત્યાના પ્રત્યે ભારતની પ્રતિક્રિયા છે. મોદી સરકાર ભારત અને તેના લોકો કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે.  ભારત આતંકવાદને જડથી ખતમ કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.  
 
પાક માટે વોર્નિંગ છે અમિત શાહની એક્સ પોસ્ટ  
સોશિયલ મીડિયા પર શાહે કહ્યુ કે તેમને દેશની સશસ્ત્ર સેન પર ગર્વ છે અને ભારત આતંકવાદને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય સશસ્ત્ર બળોએ 22 એપ્રિલના રોજ જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે અડધી રાત પછી ઓપરેશન સિંદૂર  શરૂ કર્યુ.   તેમા ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે.  એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ ઠેકાણા લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીનના ઠેકણા હતા. આ હુમલામાં પાકિસ્તાનને શુ શુ નુકશાન થયુ તેનુ સત્તાવાર એલાન થયુ નથી.  કહેવામાં આવી રહ્યુ છે કે આ હુમલામાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા. આ ઉપરાંત તેની સાથે જોડાયેલ વધુ માહિતી 10.30 વાગે થનારી પ્રેસ બ્રીફિંગમાં આપવામાં આવશે, જેને ભારતીય સેના સંબોધિત કરશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ind Pak War- ભારત પર વળતો પ્રહાર કરતા પહેલા પાકિસ્તાન 100 વાર કેમ વિચારશે? આ પડોશી દેશની સૌથી મોટી મજબૂરી છે