Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gorakhpur Temple Attack:- ગોરખનાથ મંદિરમાં સર્જાયેલી ઘટના કાવતરાનો ભાગ હોઈ શકે : યુપી પોલીસ

Gorakhpur Temple Attack:-  ગોરખનાથ મંદિરમાં સર્જાયેલી ઘટના કાવતરાનો ભાગ હોઈ શકે : યુપી પોલીસ
, મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:33 IST)
ગોરખપુરમાં આવેલા ગોરખનાથ મંદિર બહાર એક યુવાને ધારદાર હથિયાર સાથે હોબાળો મચાવ્યો હતો. જેમાં બે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ આ ઘટનાને કોઈ 
 
મોટા કાવતરાનો ભાગ ગણાવી રહી છે.
 
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ યુવક 29 વર્ષીય અહમદ મુર્તુઝા અબ્બાસી છે અને તેઓ મુંબઈ આઈઆઈટીમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસે ઉત્તર પ્રદેશ પોલીસને ટાંકીને લખ્યું છે કે ગોરખાનાથ મંદિર બહાર બે પોલીસ જવાન પર થયેલો હુમલો એ કોઈ મોટા કાવતરાનો એક ભાગ છે. તેને 
 
'આતંકી હુમલો' પણ કહી શકાય.
 
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ મંદિરના મુખ્ય પૂજારી છે અને 2017માં તેઓ મુખ્ય મંત્રી બન્યા બાદથી આ મંદિરનું મહત્ત્વ વધી ગયું છે.
 
ઘટના બાદ પણ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની મુલાકાત લીધી હતી.
 
પોલીસે અબ્બાસીની ધરપકડ કરી લીધી છે અને તેની તપાસ કરતાં એક લેપટોપ અને અન્ય એક ધારદાર હથિયાર મળી આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારે ખેડૂતોને ચેતવ્યા