Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Abhinandan Returns LIVE Updates: PAK માં પરાક્રમ બતાવીને વતન પરત ફર્યા વિંગ કમાંડર, બોર્ડર પર અભિનંદન

Abhinandan Returns LIVE Updates: LIVE: PAK માં પરાક્રમ બતાવીને વતન પરત ફર્યા વિંગ કમાંડર, બોર્ડર પર અભિનંદન
, શુક્રવાર, 1 માર્ચ 2019 (17:48 IST)
ભારત અને પાકિસ્તાનના સંબંધો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે.  પાકિસ્તાન આર્મી તરફથી બંદી બનાવેલ ભારતીય વિંગ કમાંડર અભિનંદનની આજે વતન વાપસી થશે. અમેરિકા સહિત અનેક દેશોના દબાણ અને ભારતના આક્રમક રૂખ પછી પાકિસ્તાને આ નિર્ણય લીધો. અમેરિકાએ પાકિસ્તાનના આ નિર્ણયનુ સ્વાગત કર્યુ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે ભારત-પાકિસ્તાન તરફ્થી સારા સમાચાર આવી રહ્યા છે. બીજી બાજુ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત પાસે એકવાર ફરી પુરાવો માંગ્યો છે. તેમનુ કહેવુ છે કે જો ભારત ઠોસ પુરાવા આપે છે તો અમે ખૂબ જ બીમાર મસૂદ અઝહરની ધરપકડ કરીશુ. 
 
- પાકિસ્તાને અભિનંદનને ભારતને સોંપ્યો 
- એયર વાઈસ માર્શલ રવિ કપૂર મીડિયાને આપશે માહિતી.. અટારી બોર્ડર પર એયર વાઈસ માર્શલ રવિ કપૂર વિંગ કમાંડર અભિનંદનના પરત આવતા મીડિયાને કરશે સંબોધિત 
- વાઘા બોર્ડર પરથી આવી રહ્યા વિજુઅલ્સ, વિંગ કમાંડરને અહી બીએસએફના અધિકારીઓને સોંપવામાં આવશે 
- વિંગ કમાંડર વાઘા બોર્ડર પર પહોંચી ચુક્ય છે. તેમને લેવા માટે બે એયર માર્શલ પણ ગયા છે. બીજી બાજુ એક મેડિકલ ટીમ પણ સાથે ગઈ છે. એવુ કહેવાય રહ્યુ છે કે બની શકે છે કે પાયલોટનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવે. 
- વિંગ કમાંડર અભિનંદનને લેવા એયરફોર્સની સીનિયર ટીમ ગઈ છે. એ થોડીક જ મિનિટમાં આવી શકે છે. 
- અભિનંદનને રીસીવ કરવા માટે એયરફોર્સના અધિકારી વાઘા બોર્ડર પર પહોંચી ચુક્યા છે. 
- આજે પાકિસ્તાનથી પરત ફરશે વિંગ કમાંડર અભિનંદન 
- વાઘા બોર્ડર પરથી પાયલોટ અભિનંદન દેશમાં પરત ફરશે 
- ઈમરાન ખાને કર્યુ વિંગ કમાંડર અભિનંદનની મુક્તિનુ એલાન 
- ડોનાલ્ડ ટ્રંપ બોલ્યા - બંને દેશોમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. 
- પાકિસ્તાની વિદેશ મંત્રીનુ નિવેદન - પુરતા પુરાવા આપ્યા પછી મસૂદ અઝહર પર થશે કાર્યવાહી. 
- તમિલનાડુના અભિનંદન પર એશને ગર્વ છે. - પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિંગ કમાંડર અભિનંદનના વખાણ કર્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે દરેક ભારતીયને ગર્વ છે કે બહાદુર વિંગ અભિનંદન તમિલનાડુના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના અનેક કાર્યક્રમોનુ ઉદ્દઘાટન કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ વાલ્મીઇકી જે. મેહતાનુ હાર્ટ એટેકથી નિધન