Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતીય સીમામાં ઘુસ્યુ PAK થી આવી રહેલુ પ્લેન, એયરફોર્સે જયપુરમાં ઉતરવા કર્યુ મજબૂર

ભારતીય સીમામાં ઘુસ્યુ PAK થી આવી રહેલુ પ્લેન, એયરફોર્સે જયપુરમાં ઉતરવા કર્યુ મજબૂર
, શનિવાર, 11 મે 2019 (07:49 IST)
વાયુસેનાએ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાનથી જાર્જિયાના એક એએન 12 વિમાનના પ્રવેશ કરવા પર તેને પકડી લીધુ અને તેને જયપુર હવાઈમથક પર ઉતારવા માટે મજબૂર કર્યુ. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. પાકિસ્તાન તરફથી આવી રહેલ એક ભારે માલવાહક પ્લેન એંતોનોવ એએન-12 ના રો ભારતની સીમામાં આવ્યા પછી ભારતીય વાયુસેનાએ તેને જયપુર હવાઈ મથક પર ઉતરવા માટે મજબૂર કર્યુ. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે આ વિમાન પોતાનો રસ્તો ભટકી ગયુ હતુ. તેમણે જણાવ્યુ કે વાયુસેના વાયુ રક્ષા વિમાને તેને જયપુર હવાઈમથક પર ઉતરવા માટે મજબૂર કર્યુ. 
 
પાકિસ્તાનથી પરત ફરી રહેલાં જ્યોર્જિયાના કાર્ગો પ્લેનને ભારતીય વાયુસેનાએ જયપુરમાં લેન્ડિંગ કરાવડાવ્યું છે. હવાઈ સીમાના ઉલ્લંઘન મામલે એન્ટોનોવ એએન 12 નામના કાર્ગો પ્લેનને જયપુર એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું છે. હાલ કાર્ગો પ્લેનના પાયલોટની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
 
એક રિપોર્ટ્સ મુજબ વિમાને કરાંચીથી દિલ્હી માટે ઉડાણભરી હતી. પ્લેન પોતાના નક્કી રૂટ (ઉત્તર ગુજરાત)થી અલગ જઇને ભારતીય સરહદમાં ઘૂસ્યુ હતું ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સના સુખોઇ વિમાને પાકિસ્તાની વિમાનને એરપોર્ટ પર ઉતરવા મજબૂર કર્યા હતા. આ કાર્ગો પ્લેન યુરોપિયન દેશ જ્યોર્જિયાનું છે.
 
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની બાલાકોટમાં કરવામાં આવેલ કાર્યવાહી પછી પહેલા પણ પાકિસ્તાન તરફથી અનેકવાર લડાકૂ વિમાનને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કર્યો, પણ દર વખતે આપણી સેનાએ તેને પરત પોતાની સીમામાં ઘકેલી દીધો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટાઇમ મૅગેઝિને મોદીને 'India's Divider In Chief' ગણાવ્યા