Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અદાણી જૂથ વિશે રિપોર્ટ આપનાર હિંડનબર્ગ રિસર્ચ બંધ થશે

hindenburg
, ગુરુવાર, 16 જાન્યુઆરી 2025 (16:01 IST)
અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચ બંધ થવાની છે એવી માહિતી સંસ્થાપક નેથન ઍન્ડરસને આપી છે.
 
હિંડનબર્ગ રિસર્ચની વેબસાઈટ પર પર્સનલ નોટમાં એન્ડરસને લખ્યું છે કે, "મેં ગયા વર્ષે જ મારા પરિવાર, મારા મિત્રો અને પોતાની ટીમને જણાવી દીધું હતું તે મુજબ મેં હિંડનબર્ગ રિસર્ચને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે."
 
તેમણે કહ્યું કે યોજના એવી હતી કે અમે જે આઇડિયા પર કામ કરતા હતા તે પૂરા થાય ત્યાર પછી કંપની બંધ કરવામાં આવશે. જે પોન્ઝી કેસની તપાસ કરવામાં આવી છે તેના વિશે અમે બજારના નિયમનકારને જણાવી દીધું છે.
 
નેથન એન્ડરસને જણાવ્યું કે, "હું આ બધું ખુશીથી લખી રહ્યો છું. આને બનાવવું મારા જીવનનું સપનું રહ્યું છે."
 
હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી, ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગ અને મની લૉન્ડરિંગના આરોપો લગાવ્યા હતા.
 
ત્યાર પછી ભારતમાં હિંડનબર્ગ રિસર્ચ ચર્ચાસ્પદ બની હતી.
 
જોકે, અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના આરોપોને નકારી કાઢ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીને અન્ય વ્યક્તિ સાથે કારમાં જોઈને પતિ પાછળ ગયો, ચાલતી કારના બોનેટ પર 5 કિલોમીટર સુધી લટક્યો, આ રીતે તેનો જીવ બચ્યો