Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હિમાચલ વિધાનસભા ચૂંટણી 2017ની 68 સીટો માટે વોટિંગ શરૂ

LIVE: હિમાચલ વિધાનસભા ચૂંટણી 2017ની 68 સીટો માટે વોટિંગ શરૂ
, ગુરુવાર, 9 નવેમ્બર 2017 (10:04 IST)
શિમલા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે હિમાચલ પ્રદેશ વિધાનસભાની બધી 68 સીટો માટે આજે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ ગયુ છે. ચૂંટણી માટે 7521 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. જ્યા 50 લાખથી વધુ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.  સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સંપન્ન કરાવવા માટે 83 મતદાન કેન્દ્રને અતિસંવેદનશીલ અને 39 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કાંગડા જીલ્લામાં સૌથી વધુ 297 અને કિન્નૌર જીલ્લામાં સૌથી ઓછા બે મતદાન કેંર અતિસંવેદનશીલ છે.   . ચંબા જીલ્લામં 601 કાંગડા જીલ્લામાં 1559, લાહૌલ સ્પીતિ જીલ્લામાં 3 કુલ્લૂ જીલ્લામાં 520, મંડી જીલ્લામાં 1092, હમીરપુર જીલ્લામાં 525, ઉના જીલ્લામાં 50, બિલાસપુર જીલ્લામાં 394, સોલન જીલ્લામાં 538, સિરમોર જીલ્લામાં 540, મંડી જીલ્લામાં 1092, હમીરપુર જીલ્લામાં 525, ઉના જીલ્લામાં 50, બિલાસપુર જીલ્લામાં 394, સોલન જીલ્લામાં 538, સિરમોર જીલ્લામાં 540, શિમલા જીલ્લામા6 1029 અને કિન્નૌર જીલ્લામાં 125 મતદાન કેન્દ્ર બનાવ્યા છે. એક ઉમેદવારના અવસાન પછી હવે ચૂંટણીમાં 337 ઉમેદવાર મેદાનમાં છે જેમા 19 મહિલાઓ સામેલ છે. રાજ્યમાં મતદાતાઓની કુલ સંખ્યા 50 લાખ પચ્ચીસ હજાર 941 છે. જેમા 25 લાખ 68 હજાર 761 પુરૂષ મતદાતા અને 24 લાખ 57 હજાર 166 મહિલા મતદાતા અને 14 કિન્નર મતદાતા છે. 
 
 
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા સીટો માટે 50,25,941 જેટલા લોકો મતદાન આપશે, ગત વિધાનસભા ચૂંટણીમાં 459 ઉમેદવારોએ ચૂંટણી લડ્યા હતા, જેમા 425 પુરુષો અને 34 મહિલાઓ સામેલ હતી. આ વખતની ચૂંટણીમાં 338 ઉમેદવારો મૈદાનમાં ઉતરશે, જેમા 319 પુરુષો અને 19 મહિલાઓ છે.
 
સુરક્ષાને ધ્યાનમાં રાખતા હિમાચલ પ્રદેશના DGPએ જણાવ્યુ કે પોલીસના 11500 જવાન અને 6400 હોમગાર્ડ સજ્જ કરવામાં આવ્યા છે. અર્ધસૈનિક દળની 65 કંપનીઓ પણ આજે આ ચૂંટણી માટે ગોઠવી દેવાઈ છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન અગાઉ જોરદાર મતદાન કરવાનો અનુરોધ કર્યો છે. વડાપ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આજે દેવભૂમિ હિમાચલમાં મતદાનનો દિવસ છે. મારી વિનંતી છે કે બધા મતદાતા લોકતંત્રના પર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.
હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી પુષ્પેન્દ્ર રાજપૂતે જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે બંધી જ તૈયારી પૂર્ણ કરાઈ છે. સવારે આઠ વાગે શરૂ થયેલ મતદાન સાંજ પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે.
 
વિધાનસભાની 68 બેઠકો માટેની ગત ચૂંટણીમાં કોંગ્રેસને 36, ભાજપને 26 અને અન્યને છ બેઠકો મળી હતી. આ સાથે રાજ્યમાં કોંગ્રેસે સરકારની રચના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭