Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 10 March 2025
webdunia

Himachal News: મંડીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો ખાડામાં પડી, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

himachal pradesh landslide
, શુક્રવાર, 14 જુલાઈ 2023 (10:54 IST)
Himachal News: મંડીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો ખીણમાં પડી, 5ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ
 
હિમાચલ પ્રદેશમાં, મંડી જિલ્લાના BSL પોલીસ સ્ટેશન હેઠળના કુશલા વિસ્તારમાં એક બોલેરો વાહન ઊંડી ખીણમાં પડી ગયું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને ગુરુવારે મોડી રાત્રે ઉંડી ખાઈમાંથી બહાર કાઢી રોડ પર લઈ જવાયા બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
મળતી માહિતી મુજબ, કેટલાક લોકો BSL પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કમરૂનાગ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેમની બોલેરો ગાડી નંબર એચપી 31-8349 કુશાલા ગામ નજીક પહોંચતા જ તેણે કાબુ ગુમાવ્યો હતો અને ઉંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને મેડિકલ કોલેજ નેરચોકમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandrayaan-3 Launch Live: ચંદ્રયાન-3ના લોન્ચિંગની તમામ તૈયારીઓ પૂરી, થોડા કલાકોમાં શ્રીહરિકોટાથી મૂન-મિશન માટે થશે રવાના, જાણો દરેક અપડેટ