Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Delhi Floods Video : ડૂબી રહ્યું છે દિલ્હી.... લાલ કિલ્લા સુધી પહોચ્યું યમુનાનું પાણી, એલજીએ કરી બેઠક, સીએમ કેજરીવાલ પણ હાજર

delhi flood live
, ગુરુવાર, 13 જુલાઈ 2023 (17:03 IST)
delhi flood live
Delhi Floods: દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુસ્યું યમુનાનું પાણી  
દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ ફોટો જૂના યમુના પુલ (લોખંડના પુલ) પાસેનો છે જ્યાં અંડરપાસમાં વાહનો ફસાઈ ગયા હતા. યમુનાનું જળસ્તર 3 વાગ્યે 208.62 મીટર નોંધાયું હતું.
webdunia
Delhi Flood
Delhi Floods: કાશ્મીરી ગેટ પર ભરાયું પાણી 

હથનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં યમુના નદીનું પાણી આવી ગયું છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે કાશ્મીરી ગેટ પર પણ પાણી આવી ગયું છે.
 
Delhi Floods: દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ હજુ પણ યથાવત છે. વીડિયો જૂની દિલ્હીના જૂના લોખંડના પુલનો છે.
 
Delhi Floods: સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં ઘુસ્યા પૂરના પાણી 

દિલ્હીના મેટકાફ રોડ સ્થિત સુશ્રુત ટ્રોમા સેન્ટરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. અહીં દાખલ 40 દર્દીઓ, જેમાંથી ત્રણ વેન્ટિલેટર પર છે, તેમને LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.


Delhi Flood  : પૂરના પાણી લાલ કિલ્લા સુધી પહોંચ્યા
દિલ્હીના લાલ કિલ્લા સુધી પૂરના પાણી પહોંચી ગયા. બપોરે 2 વાગ્યા સુધી રાજધાનીમાં યમુનાનું જળસ્તર 208.62 મીટર હતું, જે હજુ વધવાની આશંકા છે.
 
Delhi Floods: દિલ્હીના ઉપરાજ્યપાલે કરી બેઠક 
દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ દિલ્હીમાં પૂરની સ્થિતિ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેબિનેટ મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, ઉત્તરવહીઓ ગાયબ થવા મામલે SITની રચના કરવા માગ