Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 જુલાઈથી થયા છે આ 8 ફેરફારો, આનાથી તમારા ખિસ્સા પર પડશે અસર

1 જુલાઈથી થયા છે આ 8 ફેરફારો, આનાથી તમારા ખિસ્સા પર પડશે અસર
, શનિવાર, 1 જુલાઈ 2023 (12:27 IST)
ક્રેડિટ કાર્ડ પર 20% TCS
વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચને TCSના દાયરામાં લાવવાનો નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે. આનો અર્થ એ છે કે 7 લાખથી વધુના ખર્ચ પર 20% સુધી TCS ચાર્જ વસૂલવામાં આવશે.
 
HDFC બેંક અને HDFC વચ્ચેનું મર્જર 1 જુલાઈ, 2023થી એટલે કે આજથી અમલી બન્યું છે. HDFC ગ્રુપના ચેરમેન દીપક પરીખે જાહેરાત કરી હતી. 
 
 
આરબીઆઈ ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ
 
હાલમાં ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડીને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોઈપણ રીતે, તમામ બેંકો આના પર ગ્રાહકોને સારું વ્યાજ આપી રહી છે. 1 જુલાઈ 2023 થી એટલે કે આજથી, RBI ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ પર વધુ વ્યાજ ઉપલબ્ધ થશે.
 
1લી જુલાઈ 2023થી દેશભરમાં નબળી ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર લાગુ કરવાની જાહેરાત કરી છે.
 
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર મહિનાની પહેલી તારીખે જોવા મળે છે. આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર નથી
IGLની વેબસાઈટ અનુસાર, CNG અને PNGની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
દરેક કરદાતાએ તેનું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ જુલાઈમાં નજીક આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gauri Vrat 202૩ :ગૌરીવ્રત ક્યારે છે, શુભ તિથિ અને મુહુર્ત, કથા, રેસીપી બધી સામગ્રી એકજ કિલ્ક્માં