ભારતીય દવા નિયમનકારએ સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાને કોવિડ 19 વિરોધી રસી કોવોવૈક્સની સીમિત ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. રસીને 12થી 17 વર્ષના બાળકો માટે વિકસિત કરવામાં આવી છે. એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી
21 ફેબ્રુઆરીના રોજ ડીસીજીઆઈને આપેલી અરજીમાં, સીરમ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે 12 થી 17 વર્ષની વયના આશરે 2707 બાળકો પરના બે અભ્યાસ સૂચવે છે કે કોવોવેક્સ વધુ અસરકારક છે, વધુ રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. તે સુરક્ષિત રસી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વય જૂથના બાળકો આ રસીને સારી રીતે સહન કરી શકે છે.
DCGI એ 21 ફેબ્રુઆરીના રોજ અમુક શરતોને આધીન 12 થી 18 વર્ષથી નીચેના વય જૂથ માટે બાયોલોજિકલ-E ની એન્ટિ-કોવિડ-19 રસી 'કોર્બેવેક્સ'ના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી હતી. Kovavax નું ઉત્પાદન Novavax થી ટેકનોલોજીના ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે. આ રસીને યુરોપિયન મેડિસિન એજન્સી દ્વારા બજારમાં વેચાણ માટે શરતી મંજૂરી આપવામાં આવી છે.