Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોંગ્રેસમાં સોનિયા અને રાહુલ નેતા સારા પણ તેમના સલાહકારો નકામા, યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં

કોંગ્રેસમાં સોનિયા અને રાહુલ નેતા સારા પણ તેમના સલાહકારો નકામા, યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં
, ગુરુવાર, 17 માર્ચ 2022 (16:27 IST)
કૉંગ્રેસના નારાજ ગણાતા G-23 નેતાઓની બેઠકમાં હાજરી આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી કૉંગ્રેસને વણમાંગી સલાહ આપી હતી. પંજાબમાં પાર્ટી દ્વારા લેવાયેલા નિર્ણયોને લઈ સવાલ ઉઠાવ્યા હતા. બાપુએ કહ્યું હતું કે, જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા.શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કૉંગ્રેસમાં સંવાદનો અભાવ એ અત્યારે સૌથી મોટી સમસ્યા છે. સોનિયા ગાંધી બધાની વાતો સાંભળીને નિર્ણય લેતા હતા. રાહુલ ગાંધી વ્યકિત ખરાબ નથી. પણ જનરેશન ગેપના કારણે પ્રશ્ન છે.વાઘેલાએ કહ્યું હતું કે, ચાલુ રેસમાં ઘોડા ન બદલાય છતાં પંજાબની ચૂંટણીના મહિનાઓ આડે રાહુલે અમરિન્દરને બદલ્યા. જૂની નેતાગીરીના અભાવના કારણે જે આટલું સારું રાજ્ય હતું, છ મહિના માટે કોઇ જૂનિયર હોય તો તેને પણ ખબર પડે કે ચાલુ રેસમાં ઘોડા બદલાય નહીં. ચાલુ રેસમાં અમરિંદરસિંહ કેપ્ટનને બદલી નાંખ્યા. પોતાની સરકાર ગુમાવી દીધી. હોમવર્ક અને સારા સલાહકારના અભાવથી થયું છે.રાહુલ ગાંધી ઓપન વિચારધારા ધરાવે છે, જનરેશનગેપ છે. સોનિયા તબિયત સારી ન હોવા છતાં પાર્ટીને સારી રીતે સંભાળી રહ્યાં છે. અહમદ પટેલે ગાંધી પરિવારને એક આવરણ બનીને સંભાળ્યો હતો. ઓપિનિયન મેકરનો અભાવ કોંગ્રેસને ભોગવવો પડી રહ્યો છે. અહમદભાઈની જે જગ્યા હતી ત્યાં યોગ્ય વ્યક્તિ સંભાળત તો જી-23 જેવા ગ્રૂપો બન્યા ન હોત. આ વેદના વાળી વાત છે તો મને અટલજી યાદ આવે છે. સંગઠનના મુખ્ય લોકોનું બલિદાન અને અપેક્ષા હોય છે. એપ્રિશિએશન અને દુઃખમાં પીઠ પર હાથ મુકે તેની જરૂર હોય છે. અટલજીએ કવિતાની મે કહાં જાઉં કવિતા વેદના વ્યક્ત કરે છે. કાલે આ વાત ગુલાબનબી, શશિ થરુર લોકો માટે હતી.પાર્ટી હાઇ કમાન્ડ પાસેથી અપેક્ષાઓ છે. હાઇ કમાન્ડ એટલે સોનિયાજી અને રાહુલ ગાંધી. પ્રિયંકા માટે જે યોગ્ય સમયે થવું જોઇતું હતું. પ્રિયંકાને યુપીના મહામંત્રી બનાવીને રાજકારણમાં ઉતારવામાં આવ્યા હતા તે પોલિટિકલ મિસફાયર રહ્યું. દરેકની કારકિર્દી હોય છે અને કારકિર્દી બનાવવા માટે ગ્રૂમિંગ હોવું જોઇએ જેનો અભાવ રહ્યો. યુપીમાં પ્રિયંકા બધુ સંભાળતા હતા પરંતુ આ ચૂંટણીથી પ્રિયંકા પર પણ ધબ્બો લાગી ગયો. યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં. સમય સમય પર જોડવાનું કામ કરવું જોઇએ તેના બદલે તોડવાનું કામ કરવામાં આવ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઘોરણ 1 અને ધોરણ 2 માં અંગ્રેજી વિષય દાખલ કરાશે, શિક્ષણમંત્રીએ વિધાનસભામાં કરી જાહેરાત