બહારી દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં રવિવારે સવારે એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. બે માળની ઈમારતના પહેલા માળેથી ધુમાડાના ગોટેગોટા અને જોરદાર જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આ અંગે દિલ્હી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું કે, બહારી દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં રાજીવ રત્ના આવાસ પાસે એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. "માહિતી મળતાં જ 25 ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે."
એલપીજી સિલિન્ડર પણ ફાટ્યું
ડેપ્યુટી ફાયર ઓફિસર એમકે ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે, "અમારા રેકોર્ડ મુજબ, અહીં રવિવારે સવારે 6:55 વાગ્યે આગ લાગી હતી. તે એક કોમર્શિયલ વેરહાઉસ કમ શોપિંગ કોમ્પ્લેક્સ છે. સ્થળ પર એક LPG સિલિન્ડર પણ વિસ્ફોટ થયો હતો.