Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

EDના સમન્સને કેજરીવાલે ગેરકાયદે ગણાવ્યું, કહ્યું- નોટિસ તાત્કાલિક પાછી ખેંચો

Arvind Kejriwal
, ગુરુવાર, 2 નવેમ્બર 2023 (09:38 IST)
આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે બેવડી મુશ્કેલી લઈને આવ્યો છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આજે સીએમ અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ તે પહેલા EDએ કેજરીવાલના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. હવે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ED દ્વારા તેમને મોકલવામાં આવેલા સમન્સ પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે EDની નોટિસને ગેરકાયદે ગણાવી છે.

શું  બોલ્યા  કેજરીવાલ ?
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે EDની નોટિસ ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મોકલવામાં આવી છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે તેમને નોટિસ એટલા માટે મોકલવામાં આવી હતી જેથી તેઓ ચાર રાજ્યોમાં પ્રચાર કરી શકે નહીં. તેમણે કહ્યું કે EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.
 
આજે હાજર થશે ?
એવું માનવામાં આવી રહ્યું હતું કે EDના સમન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એજન્સીની ઓફિસમાં પૂછપરછ માટે પહોંચી શકે છે. કેજરીવાલ ED ઓફિસ જતા પહેલા રાજઘાટની મુલાકાતે ગયા હોવાના પણ અહેવાલ હતા. જોકે, તેમના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે તેઓ સુનાવણી માટે નહીં જાય.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં સાયન્સ સિટીમાં નવા આકર્ષણોઃ હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ અને એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી ઉભી કરાશે