Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

BJP પર ભડક્યા કેજરીવાલ, હિટલર સાથે કરી PM મોદીની તુલના

BJP પર ભડક્યા કેજરીવાલ, હિટલર સાથે કરી PM મોદીની તુલના
નવી દિલ્હી. , શનિવાર, 23 માર્ચ 2019 (12:38 IST)
દિલ્હી પાસે આવેલ ગુરૂગ્રામમાં હોળીના દિવસે એક મુસ્લિમ પરિવારની બદમાશો દ્વારા મારપીટનો વીડિયો વાયરલ થયા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી નરેન્દ્ર મોદી પર હુમલો કરતા તેમની તુલના હિટલર સાથે કરી નાખી. 
webdunia
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ, 'હિટલર પણ સત્તા માટે આ કરતો હતો.  હિટલર સાથે જોડાયેલા ગુંડા લોકોને મારતા હતા. તેમની હત્યા કરતા હતા અને પોલીસ જેમને માર્યો, તેમના વિરુદ્ધ કેસ કરતી હતી. મોદીજી પણ આ સત્તા માટે કરાવી રહ્યા છે, હિટલરના રસ્તે ચાલી રહ્યા છે. પણ મોદી સમર્થકોને દેખાતુ નથી કે આપણો ભારત ક્યા જઈ રહ્યો છે ?
 
ગુંડાએ ઘરમાં ઘુસીને મુસ્લિમ પરિવારને માર માર્યો 
 
ઉલ્લેખનીય છે કે ગુડગાવના ઘમસપુર ગામમાં એક મુસ્લિમ પરિવાર અને તેમને મળવા આવેલ સંબંધોને લાઠી અને દંડાથી મારવામાં આવ્યા. આરોપ છે કે હોળૉઈના દિવસની સાને 20-25 લોકો મુસ્લિમ પરિવારના ઘરમાં ઘુસી આવ્યા અને તેમના પર હુમલો કર્યો. ઘટના કેટલાક આરોપીઓ દ્વારા કથિત રૂપે પરિવારના યુવકો સાથે વિવાદ કર્યા પછી થયો. જે બહાર ક્રિકેટ રમી રહ્યા હતા.  આરોપીઓએ આ યુવકોને કહ્યુ કે તેઓ પાકિસ્તાન આય અને ત્યા રમે.  મોડી રાત્રે એક અપરાધીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસમાં નોંધાયેલ એફઆઈઆર મુજબ ઘટના લગભગ સાંજે 5 વાગ્યે મોહમ્મદ સાજિદના ઘરમાં બની.  સાઇદ મૂળ રૂપથી ઉત્તરપ્રદેશના નિવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી પત્ની અને પોતાના બાળકો સાથે અહી રહી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019 : ભાજપ કે કૉંગ્રેસ, ગુજરાતની ગુજરાતની 26 બેઠકો પર કોનો કબજો થશે?