Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રીજી લહેરનુ કારણ બનશે કેરલ ? કોરોના બન્યો જીવલેણ, નવા કેસ 46 હજારને પાર, મોતના આંકડા પણ વધ્યા

ત્રીજી લહેરનુ કારણ બનશે કેરલ  ? કોરોના બન્યો જીવલેણ, નવા કેસ 46 હજારને પાર, મોતના આંકડા પણ વધ્યા
, શનિવાર, 28 ઑગસ્ટ 2021 (11:01 IST)
ભારતમાં કોરોના વાયરસની ગતિ એકવાર ફરી ડરાવી રહી છે. કેરળને કારણે, ભારતનો કોરોના ગ્રાફ હવે ભયાનક દેખાવવા લાગ્યો છે. ભારતમાં આજે એટલે કે શનિવારે કોરોના વાયરસના લગભગ 47 હજાર નવા કેસ આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 509 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ગઈકાલે જ 32801 નવા કેસ મળી આવ્યા હતા અને 179 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન રાહતની વાત એ છે કે ભારત કોરોના વેક્સીનેશનની દિશામાં આગળ વધી રહ્યું છે અને શુક્રવારે એક દિવસમાં એક કરોડથી વધુ લોકોને વેક્સીન લીધી. 
 
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ  ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 46,759 નવા કેસ મળી આવ્યા અને 509 લોકોના મોત થયા. આ સમય દરમિયાન કોરોનામાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા નવા મળેલા દર્દીઓ કરતા ઘણી ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 31,374 લોકો કોરોનાથી સાજા થયા છે. આ રીતે, ભારતમાં અત્યાર સુધીમાં 3,26,49,947 કોરોના કેસ મળી આવ્યા, જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 3,59,775 છે.
 
ભારતમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા વધીને 4,37,370 થઈ છે અને તેનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,18,52,802 છે. ઉલ્લેખનીય છે કે શનિવારની સરખામણીમાં શુક્રવારે કોરોનાના ઓછા કેસ હતા અને જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ ઓછી હતી. હાલમાં, ભારતમાં 62,29,89,134 લોકોને વેક્સીન આપવામાં આવી છે અને છેલ્લા 24 કલાકમાં 1,03,35,290 લોકોને વેક્સીન આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, હવે 5 સપ્ટેમ્બરના રોજ નહી આવે PM મોદી