Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Corona Update : કોરોનાએ ફરી વધાર્યુ ટેંશન, એક જ દિવસમાં વધી ગયા 25 ટકા દર્દીઓ, 30 લોકોના મોત

corona
, બુધવાર, 29 જૂન 2022 (12:44 IST)
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,506 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે.  તે જ સમયે, 30 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈકાલના આંકડામાં 11,793 કેસ નોંધાયા હતા અ ને 27 દર્દીઓના મોત થયા હતા. જો કે, છેલ્લા 24 કલાકમાં 11,574 લોકોને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા 99,602 પર પહોંચી ગઈ છે જે ગઈકાલ કરતા 2902 વધુ છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 52,50,77 લોકોના મોત થયા છે.
 
ગુજરાતમાં  4 મહિના બાદ 475 નવા કેસ
રાજ્યમાં 129 દિવસ એટલે કે 4 મહિના બાદ 480 નજીક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. જ્યારે 248 દર્દી સાજા થયા છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ 486 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.88 ટકા થયો છે. તો સતત 13મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 28 દિવસમાં કુલ 5752 કેસ નોંધાયા છે.
 
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 874 નવા કોરોના દર્દીઓ
દિલ્હીમાં કોરોનાના કેસોએ ફરી એકવાર તણાવ વધારી દીધો છે. છેલ્લા 24 કલાકમાં, અહીં 874 નવા દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે સંક્રમણના કારણે ચાર લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે જાહેર કરાયેલા આંકડામાં 628 કેસ નોંધાયા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા.
 
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,482 કેસ 
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,482 કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે ગઈકાલ કરતા 1113 વધુ દર્દીઓ સામે આવ્યા છે. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1290 કેસ નોંધાયા છે અને બે લોકોના મોત થયા છે.
 
કેરળમાં માસ્ક ફરજિયાત
કેરળમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્યમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. મંગળવારે, કેરળ પોલીસે તમામ જિલ્લા પોલીસ વડાઓને જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત બનાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3 કલાક મેઘરાજાનું તાંડવ: બાપાના ધામમાં 6 ઇંચ વરસાદ, ડેમ થયો ઓવરફ્લો