Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં 5000 ને પાર પહોચ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 4 મોત, જાણો દિલ્હી અને મહારાષ્ટ્રમાં શુ છે હાલ ?

Corona cases
, શનિવાર, 7 જૂન 2025 (11:42 IST)
Covid-19 in India: ભારતમાં એકવાર ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. શુક્રવારે પૂરા ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર કરી ગયા છે. રાજ્ય સરકારો એ કોરોનાને લઈને પરામર્શ રજુ કરવુ શરૂ કરી દીધુ છે. કેન્દ્રએ સુવિદ્યા સ્તરની તૈયારીઓનુ આકલન કરવા માટે મોક ડ્રિલ નુ પણ આયોજન કર્યુ છે.   
 
કોરોનાના કુલ સક્રિય મામલા 5364 
ભારતમાં વર્તમાનમાં કોરોનાના 5364 કેસ સક્રિય છે. શુક્રવાર સુધી છેલ્લા 24 કલાકમાં ચાર નવા મોત નોંધવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરોનાને લઈને કેરલ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બન્યુ છે. ત્યારબાદ ગુજરાત પશ્ચિમ બંગાળ અને દિલ્હીનુ સ્થાન છે.  
 
કેરલમાં આવ્યા 192 નવા મામલા 
છેલ્લા 24 કલાકમાં કેરલમાં કોરોનાના 192 મામલા સામે આવ્યા છે. ગુજરાતમાં 107, પશ્ચિમ બંગાળમાં 58 અને દિલ્હીમાં 30 કોરોનાના મામલા સામે આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમણના 498 મામલા સામે આવ્યા છે.  
 
દિલ્હીમાં કોરોના કેસની સંખ્યા 592 થઈ 
 દિલ્હીમાં કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 592 થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોનાને કારણે 1 જાન્યુઆરીથી સાત મોત નોંધવામાં આવી છે. ગુરૂવારે કોઈ નવી મોતનો મામલો સામે આવ્યો નથી. કેન્દ્રએ બધા રાજ્યોને કોવિડ -19 મામલાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા ઓક્સીજન, આઈસોલેશન બેડ, વેંટિલેટર અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.  
 
મહારાષ્ટ્રમાં 114 કોરોનાના નવા કેસ 
મહારાષ્ટ્રમાં કોરોનાના 114 નવા મામલા સામે આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ મામલા વધીને 1276 થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી એક મોતની સૂચના મળી છે. ત્યારબાદ મરનારાઓની સંખ્યા 18 થઈ ગઈ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona in Gujarat - રાજ્યમાં વધતા જતા કોરોના કેસથી સરકાર એલર્ટ મોડ પર, અમદાવાદમાં એક જ દિવસમાં 88 કેસ