Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલનો પીએમ પર એકવાર ફરી હુમલો, કહ્યુ - રાફેલ ડીલમાં મોદી સીધા સામેલ

રાહુલનો પીએમ પર એકવાર ફરી હુમલો, કહ્યુ - રાફેલ ડીલમાં મોદી સીધા સામેલ
, શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (12:06 IST)
Rahul એ  રાફેલ મામલે (Rafale Deal) શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) પર એકવાર ફરી નિશાન સાધ્યુ અને આરોપ લગાવ્યો કે આ વિમાન સોદાને લઈને મોદીએ ફ્રાંસ સાથે સમાનાંતર વાતચીત કરે અને તેમને આના પર જવાબ પણ આપવો જોઈએ. 
 
ભાષા મુજબ રાહુલ ગાંધીએ અંગ્રેજીના પ્રતિષ્ઠિત છાપા ધ હિન્દુના એક સમાચારમાં સંવાદદાતાઓને કહ્યુ હવે રક્ષા મંત્રાલય કહી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ સમાનાંતર વાત કરી અને અમારી સ્થિતિઓ નબળી કરી. તેના પર પ્રધાનમંત્રી જવાબ આપે. 
 
પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ બાદ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મુદ્દામાં થયેલા ભ્રષ્ટાચારનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અમે એક વર્ષ પહેલેથી જ કહી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલ ગોટાળામાં સામેલ છે. આજે એક અંગ્રેજી અખબારમાં પણ લખ્યું છે કે વડાપ્રધાન નેગોશિએશનમાં સીધી ભૂમિકા નિભાવી રહ્યા હતા. આ દેશની સેનાના યુવાનોને સીધું કહું છું કે તમે અમારી રક્ષા કરો છો અમારા માટે લડો છો અને અમારા માટે જીવ આપી દો છો. પ્રધાનમંત્રી એ 30000 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો અને તેણે પોતાના મિત્ર અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા.
 
રાહુલ ગાંધી એ પીએમ મોદી પર રાફેલ ડીલ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ મૂકયો. તેમણે કહ્યું કે મારી ઘણી પત્રકાર પરિષદો થઇ. નિર્મલા સીતારમણે જુઠ્ઠું બોલ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલ્યા. દોઢ કલાક મારી સાથે વાતચીત કરી અને જુઠ્ઠું બોલ્યા. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદજી એ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જી એ ડાયરેકટ કહ્યું હતું કે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ મળવો જોઇએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDvsNZ LIVE: ન્યૂઝીલેંડે ટૉસ જીત્યો, પહેલા બેટિંગનો નિર્ણય, ભારતને મળી પહેલી સફળતા