Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગી, મોદી અને કિરણ બેદી પર સાધ્યુ નિશાન

LIVE: પોંડિચેરીમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગી, મોદી અને કિરણ બેદી પર સાધ્યુ નિશાન
, સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (12:00 IST)
પોંડિચેરી વિધાનસભામાં બહુમત સાબિત ન કરી શકવાને કારણે સોમવારે કોંગ્રેસની સરકાર પડી ભાંગી. વિધાનસભાના સ્પીકરે એલાન કર્યુ કે નારાયણસામીની સરકારે બહુમત ગુમાવી દીધુ છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના સમર્થક ધારાસભ્યોની સાથે વિધાનસભામાંથી વોકઆઉટ કરી દીધુ. એવુ કહેવાય રહ્યુ છેકે તે ઉપ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે જ્યા તેમને રાજીનામુ સોંપી દેશે. 
 
આ પહેલા વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી નારાયણસામીએ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે આરોપ લગાવ્યો કે બંનેયે મળીને સરકારને પાડવાનો પ્રયત્ન કર્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ મહિનામાં સરકારના છ ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. જેમ આથી બે એ રવિવારે આપ્યુ. બીજી બાજુ ગયા વર્ષે કોંગ્રેસના એક ધારાસભ્યને પાર્ટીની બહારનો રસ્તો બતાડવામાં આવ્યો. આ રીતે સરકારમાંથી સાત ધારાસભ્ય દૂર થઈ ચુક્યા હતા. જ્યારબાદ સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સામાન્ય માણસને આંચકો: હવે પેટ્રોલ અને ડીઝલ પછી ડુંગળીના ભાવ વધ્યા, જાણો શું કારણ છે