દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈંટરનેશનલ એયરપોર્ટ પર બે વિમાન બિલકુલ સામ-સામે આવી ગયા અને અથડાતા બચી ગયા નહી તો મોટી દુર્ઘટના બની શકતી હતી. ડીજીસીએએ તેની તપાસ શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ દિલ્હી એયરપોર્ટ પર મંગળવારે સવારે ઈંડિગોની ફ્લાઈટ લેંડ કર્યા પછી ટેક્સીવે તરફ જઈ રહી હતી ત્યારે સામેથી સ્પાઈસ જેટની ફ્લાઈટ આવી ગઈ જે ઉડાન ભરવા જઈ રહી હતી બંને વિમાનને બ્રેક દ્વારા રોકવામાં આવી અને આ રીતે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ. આમ તો બંને વિમાનો ઘણુ અંતર રહેતા પહેલા જ રોકી દેવામાં આવ્યા હતા. પણ આ એક ખૂબ જ મોટી બેદરકારી છે. આ નિયમો અને સુરક્ષાના માનકોનું સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવાની વાત છે. તેથી આ મામલે ડીજીસીએને તપાસનો આદેશની જરૂર નથી. તપાસ આપમેળે જ શરૂ થઈ ગઈ છે. ડીજીસીએ આ મામલે એયર ટ્રેફિક કંટ્રોલ મતલબ એટીસીની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.