Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાથી વધુ જીવલેણ વાયરસ - ચીનમાં મંકી બી વાયરસના પ્રથમ દર્દીનુ મોત, સંક્રમિત થતા 80% સુધી મોતનો દર, જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાય

કોરોનાથી વધુ જીવલેણ વાયરસ - ચીનમાં મંકી બી વાયરસના પ્રથમ દર્દીનુ મોત, સંક્રમિત થતા 80% સુધી મોતનો દર, જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાય
, ગુરુવાર, 22 જુલાઈ 2021 (12:39 IST)
કોરોના સંકટ વચ્ચે ચીનમાં એક વધુ વાયરસથી માણસના સંક્રમિત અને તેના મોત થવાનો મામલો સામે આવ્યો છે. વાંદરા દ્વારા ફેલાયેલા મંકી બી વાયરસના ચપેટમાં આવવાથી પશુઓના એક ડોક્ટરનુ મોત થયુ છે.  ચીનમાં આ વાયરસથી માણસોમાં ફેલાયલ સંક્રમણનો પ્રથ કેસ  છે. આ વાયરસ કેટલો જીવલેણ છે, તેનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે તેનાથી સંક્રમિત લોકોના મરવાનો દર 70 થી 80 ટકા છે.
 
ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, બીજિંગમાં જાનવરોના એક ડોક્ટરનો મંકી બી વાયરસથી  મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. જો કે, જે લોકો ડોક્ટરના સંપર્કમાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સલામત છે. આ 53 વર્ષીય પશુચિકિત્સક એક ઈંસ્ટીટ્યુતમાં નૉન હ્યૂમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યા હતા. 
 
ડોક્ટરે 2 માર્ચના રોજ મૃત વાંદરાઓ પર રિસર્ચ કર્યું હતું. ત્યારબાદ તેમને ઉલટી અને ગભરામણના લક્ષણ જોવા મળ્યા હતા. રિપોર્ટ મુજબ સંક્રમિત ડોક્ટરનો અનેક હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ તેમનું અવસાન થયું હતું.
 
સૌ પ્રથમ જાણો કે મંકી બી વાયરસ શું છે?
 
આઇસીએમઆરના પૂર્વ કંસલ્ટેંટ ડોક્ટર વીકે. ભારદ્વાજ કહે છે કે હર્પીસ બી વાયરસ અથવા મંકી વાયરસ સામાન્ય રીતે વયસ્ક મૈકાક વાંદરાઓ દ્વારા ફેલાય છે. આ સિવાય રીસસ મૈકાક, સૂઅર-પૂંછડીવાળા મૈકાક અને સિનોમોલગસ વાનર અથવા લાંબા પૂંછડીવાળા મૈકાક દ્વારા પણ ફેલાય છે.
 
ડો ભારદ્વાજ કહે છે કે તેનુ માણસોમાં મળવું દુર્લભ છે, કારણ કે હજી સુધી ભારતના વાંદરાઓમાં આ વાયરસ જોવા મળ્યો  નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે તો તેને તંત્રિકા સંબંધી રોગ કે પછી તેને મગજની સમસ્યાઓ થઈ શકે છે.
 
આ રીતે વાંદરાઓથી મનુષ્યમાં ફેલાય છે વાઇરસ
 
ડો. ભારદ્વાજે કહ્યું છે કે આમ તો માણસોમાં તેના સંક્રમણનું જોખમ ખૂબ ઓછું છે, છતાં સંક્રમિત મૈકાક વાંદરાના સંપર્કમાં આવવાથી આ વાયરસ માણસોમાં ફેલાય શકે છે. 
 
આ વાયરસનુ લક્ષણ 1 મહિનાની અંદર આવવા માંડે 
 
ડોક્ટર ભારદ્વાજ કહે છે કે માણસોમાં વાયરસના લક્ષણો એક મહિનામાં અથવા તો 3 થી 7  દિવસમાં પણ દેખાય છે. તેના લક્ષણો બધા લોકોમાં એક જેવા નથી.
 
સમયસર સારવાર મળે તો થઈ શકે છે સારવાર 
 
બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના અહેવાલ મુજબ, જો આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો, દર્દી લગભગ 70% કેસોમાં મરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમને કોઈ વાંદરો દ્વારા કરડવામાં આવ્યો હોય અથવા ખંજવાળ આવેલો હોય, તો તે સંભવ છે કે તે બી વાયરસનો વાહક છે. આવી સ્થિતિમાં, પ્રાથમિક સારવાર તાત્કાલિક શરૂ કરવી જોઈએ. ઘાના વિસ્તારને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરો.
 
કમિશનના અહેવાલ મુજબ એન્ટી વાયરલ દવાઓ વાંદરા બી વાયરસની સારવાર માટે ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ વેક્સીન બનાવવામાં આવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભૃણ ભરેલી 13 બોટલ મળી આવતાં ચકચાર, તંત્રમાં મચી ગઇ દોડધામ