Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raipur Blast: રાયપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, CRPના 6 જવાન ઘાયલ

Raipur Blast: રાયપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ, CRPના 6 જવાન ઘાયલ
, શનિવાર, 16 ઑક્ટોબર 2021 (09:30 IST)
Raipur Blast: રાયપુર રેલવે સ્ટેશન પર સવારે લગભગ 6.30 વાગ્યે બ્લાસ્ટ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં 6 CRPF જવાન ઘાયલ થયા છે. જાણવા મળ્યુ છે કે આ વિસ્ફોટ ડેટોનેટર ફાટવાથી થયો છે. મળતી માહિતી મુજબ, એક બોગીથી બીજી બોગીમાં ડેટોનેટર લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન આ અકસ્માત સર્જાયો.
 
મળતી માહિતી મુજબ, પ્લેટફોર્મ નંબર 2 માં બે બોગીના શિફ્ટિંગ દરમિયાન અકસ્માત થયો હતો. ઘાયલ જવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી બાજુ ઘટના સાથેસીઆરપીએફના એક વરિષ્ઠ અધિકારીએ સ્થળ પર પહોંચીને સ્થળનું નિરીક્ષણ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Food Day - જાણો કેમ ઉજવાય છે વિશ્વ ખોરાક દિવસ અને શુ છે તેનુ મહત્વ