Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Poonch Encounter: આતંકવાદીઓ સાથે અથડામણમાં ઉત્તરાખંડના રાઈફલમૈન વિક્રમ સિંહ નેગી અને યોગાબંર સિંહ શહીદ

Poonch Encounter: આતંકવાદીઓ સાથે અથડામણમાં ઉત્તરાખંડના રાઈફલમૈન વિક્રમ સિંહ નેગી અને યોગાબંર સિંહ શહીદ
, શુક્રવાર, 15 ઑક્ટોબર 2021 (15:59 IST)
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં આંતકવાદીઓએ નાપાક હરકત કરી છે. પૂંછના નાઢ ખાસના ગાઢ જંગલોમાં છુપાયેલા આંતકવાદીઓએ ફરીથી એક વખત સુરક્ષાદળોને પોતાના નિશાન બનાવ્યા છે. સર્ચ ઓપરેશનમાં સામેલ સેનાના જવાનો પર અચાનક ગોળીબાર કરતા આંતકવાદીઓએ જુનિયર કમીશન અધિકારી(JCO) સહિત બે જવાનોને પર ફાયર કરતા તેઓ શહીદ થયા છે. સેનાના પ્રવક્તા અનુસાર ઘાયલ જવાનોને અથડામણથી કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, પરંતુ સારવાર દરમ્યાન જ સૈનિકોએ દમ તોડી દીધો હતો.
 
રક્ષા જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે મેંઢર સબ ડિવિઝનમાં નર ખાસ વિસ્તારમાં ચાલી રહેલા Counter-Terrorist Operation માં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ થયું. ફાયરિંગમાં એક જેસીઓ અને એક સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા. જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા. 
 
જમ્મુ-રાજૌરી-પૂંછ નેશનલ હાઈવેના કેટલાક ભાગ પર અવરજવર પર  પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી ઘાટીમાં આતંકવાદી ઘટનામાં વૃદ્ધિ થયા બાદ સેના તરફથી આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત છ દિવસમાં સેનાએ આશરે 9 આતંકીઓને ઠાર કર્યા છે. 
 
મહત્વનું છે કે સોમવારે રાજૌરી સેક્ટરના પીચ પંજાલ રેન્જમાં આતંકીઓ સામે લડતા સેનાના પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. શહીદોમાંથી એક જૂનિયક કમીશંડ ઓફિસર અને ચાર સૈનિક સામેલ હતા. ઘટનાને લઈને રક્ષા વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ઘાત લગાવીને બેઠેકા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરી દીધુ ત્યારબાદ પાંચ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ બચાવી શક્યા નહીં. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Afghanistan: કંધારની શિયા મસ્જિદ પર મોટો હુમલો, શુક્રવારની નમાઝ દરમિયાન થયો બોમ્બ બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 7 લોકોના મોત