સીબીએસઈ બોર્ડ રિઝલ્ટ (CBSE Result 2019) 1 વાગ્યે રજુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ પરિણામ 1 વાગ્યે રજુ કરવામાં આવશે. CBSE Boardના 12મા ધોરણનુ પરિણામ
cbse.nic.in અને
cbseresults.nic.in પર રજુ કરવામાં આવશે. સ્ટુડેંટ્સ આ વેબસાઈટ પર જઈને જ રિઝલ્ટ જોઈ શકશે. પરિણામ
(CBSE Board 10th, 12th Result) ચેક કરવા માટે સ્ટુડેંટ્સનો રોલ નંબર સબમિટ કરવો પડશે. સીબીએસઈ બોર્ડની પરિક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈને 4 એપ્રિલ સુધી ચાલી અહ્તી. સીબીએસઈ ધોરણ 10 અને 12 માટે 31 લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે CBSE એ ગયા વર્ષે 10માનુ પરીક્ષા પરિણામ 29 મે 2018ના રોજ રજુ કર્યુ હતુ. ગય વર્ષે 10માની પરિક્ષામાં 86.70 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બીજી બાજુ 12માની પરીક્ષામાં 83.01 સ્ટુડેંટ્સને સફળતા મળી હતી.
CBSE Board Result 2019 આ રીતે ચેક કરો
સ્ટેપ 1 - પરિણામ જોવા માટે સત્તાવાર વેબસાઈટ cbse.nic.in અથવા cbseresults.nic.in પર જવુ પડશે.
સ્ટેપ 2 - વેબસાઈટ પર આપવામાં આવેલ પરિણામના લિંક પર ક્લિક કરવુ પડશે
સ્ટેપ 3 - તમારો રોલ નંબર ભરીને સબમિટ કરવો પડશે.
સ્ટેપ 4 - હવે તમે પરિણામ જોઈ શકશો
સ્ટેપ 5 - તમે ભવિષ્ય માટે પરિણામની પ્રિંટ આઉટ પણ લઈ શકો છો.