Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bulli Bai App Case: 'હ છુ અસલી માસ્ટરમાઈંડ, ફ્લાઈટનો ખર્ચો ઉઠાવી લો તો સરેંડર માટે તૈયાર છુ

Bulli Bai App Case: 'હ છુ અસલી માસ્ટરમાઈંડ, ફ્લાઈટનો ખર્ચો ઉઠાવી લો તો સરેંડર માટે તૈયાર છુ
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (13:20 IST)
બુલ્લી બાઈ એપ મામલામાં ત્રણ આરોપીઓ પછી એક ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે એપની પાછળનુ માસ્ટરમાઈંડ એ છે. તેણે પોલીસ દ્વારા કરવામા આવેલી ધરપકડ પર પણ પ્રતિક્રિયા આપી છે. કહ્યુ છે કે નિર્દોષને પરેશાન કરવુ બંધ કરો નહી તો બુલ્લી બાઈ 2.0 માટે તૈયાર  રહો. પોલીસને શક છે કે તે ટ્વિટર યૂઝર નેપાળનો છે અને એ જ આ ગતિવિધિ કરી રહ્યો છે.  જો કે પોલીસ ટ્વિટર યુઝરની યોગ્ય માહિતી જાણ કરવાની કોશિશ કરી રહી છે. 
 
આ ટ્વિટર હેંડલ પરથી આવ્યુ ટ્વીટ 
 
પોલીસને નિશાન બનાવતા  @giyu44 ટ્વિટર એકાઉટ પરથી ટ્વીટ કરવામાં આવ્યુ છે. યુઝરે કહ્યુ છે કે તમે ખોટી વ્યક્તિને પકડી છે. જે બે લોકોની ધરપકડ કરી છે તેમનુ આ મામલે કોઈ લેવડદેવડ નથી. તેમને જલ્દીથી છોડી દો. 
webdunia
ટ્વીટમાં આગળ લખ્યુ છે કે જ્યારે આ બધુ શરૂ થયુ તો મને પણ આ વિશે વધુ જાણ નહોતી કે તેનાથી શુ થઈ શકે છે. હુ મારા મિત્રો વિશાલ અને સ્વાતીના એકાઉંટનો ઉપયોગ કરુ છુ. તેમને ખબર પણ નથી કે હુ શુ કરવા જઈ રહ્યો છુ. તેઓ બંને મારે કારણે ધરપકડ પામ્યા છે. હવે તેઓ મને ગાળો આપવા માટે સ્વતંત્ર છે. આની આગળ કરવામાં આવેલા ટ્વીટમાં યુઝરે કહ્યુ કે જો કોઈ મારી ફ્લાઈટની વ્યવસ્થા કરી દે છે તો હુ આવીને આત્મસમર્પણ કરી દઈશ. બીજી બાજુ મુંબઈ પોલીસ અધિકારીઓનુ કહેવુ છે કે @giyu44 હૈંડલ પરથી કરવામાં આવેલા ટ્વીટની સત્યતાની ચોખવટ કરવામાં આવી રહી છે. 
 
અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે
બુલી બાય એપ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમાંથી એક ઉત્તરાખંડની 18 વર્ષની સ્વાતિ છે. પોલીસનો દાવો છે કે આ યુવતી એપ પાછળની માસ્ટરમાઇન્ડ છે. આ સિવાય તેના 20 વર્ષીય મિત્ર મયંક રાવત અને 21 વર્ષીય વિશાલ કુમાર ઝાની ધરપકડ કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં થનારો ફ્લાવર શો રદ થયા બાદ હવે પતંગોત્સવ પણ રદ