Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM Security Breach: પીએમ સુરક્ષા ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચન્ની સરકારે તપાસ માટે બનાવી કમિટિ

PM Security Breach:  પીએમ સુરક્ષા ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ચન્ની સરકારે તપાસ માટે બનાવી કમિટિ
, ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (11:53 IST)
પંજાબના ફિરોજપુરમાં પ્રધાનમંત્રીની સુરક્ષામાં ગઈકાલે થયેલ કૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવવામાં આવ્યો છે. વરિષ્ઠ વકીલ મનિંદર સિંહે ચીફ જસ્ટિસની સામે આ મામલાને મુકતા ઘટના પર રિપોર્ટ લેવા અને પંજાબ સરકારને દોષીયો પર કાર્યવાહીનો આદેશ આપવાની માંગ કરી. બીજી બાજુ કોર્ટે અરજીની કોપી પંજાબ સરકારને સોંપવા કહ્યુ. ગઈકાલે એટલે શુક્રવારે તેના પર સુનાવણી થશે. 

20 મિનિટ સુધી અસુરક્ષિત વિસ્તારમાં મોદીનો કાફલો 

PM  નરેન્દ્ર મોદીનો કાફલો બુધવારે લગભગ 20 મિનિટ સુધી અત્યંત અસુરક્ષિત વિસ્તારમાં ઊભો રહ્યો હતો. પંજાબના ફિરોઝપુર જિલ્લાની અંદર મુડકી નજીક નેશનલ હાઈવે પર વડાપ્રધાને જ્યાં રોકાવું પડ્યું તે સ્થળ અત્યંત સંવેદનશીલ ઝોન છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અહીંથી માત્ર 30 કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાંથી ટિફિન બોમ્બ અને અન્ય વિસ્ફોટક સામગ્રી સતત મળતી  રહી છે. આવી સ્થિતિમાં પંજાબ પોલીસે વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને જે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈતી હતી તે જમીન પર દેખાઈ રહી નથી.
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં બેદરકારી ગંભીર બાબત છે. આવી ઘટના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આ માટે જવાબદારી નક્કી કરવામાં આવશે. કેન્દ્રએ પંજાબ સરકાર પાસેથી આ અંગે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
 
ફિરોઝપુર પંજાબનો અત્યંત સંવેદનશીલ જિલ્લો 
 
ફિરોઝપુર ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોવાને કારણે પંજાબનો ખૂબ જ સંવેદનશીલ જિલ્લો છે. અહીં વડાપ્રધાનની રેલીની જાહેરાત લગભગ દોઢ સપ્તાહ પહેલા કરવામાં આવી હતી.
 
ગયા વર્ષે જલાલાબાદ શહેરમાં વિસ્ફોટ થયો હતો
 
જલાલાબાદ ટાઉન જ્યાં 15 સપ્ટેમ્બર 2021ના રોજ વિસ્ફોટ થયો હતો તે પણ ફિરોઝપુરની નજીક છે અને NIAની તપાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તે આતંકવાદી હુમલો હતો. જલાલાબાદ વિસ્ફોટો પછી ટિફિન બોમ્બ સપ્લાય કરવા બદલ NIA દ્વારા ધરપકડ કરાયેલ ગુરમુખ સિંહ રોડે મોગા જિલ્લાના રોડે ગામના વતની છે, જે જરનૈલ સિંહ ભિંડરાવાલેનું જન્મસ્થળ છે.
 
પંજાબ પોલીસના સૂચવેલા રૂટમાં ચૂક 
 
ભટિંડા એરપોર્ટ પર ઉતર્યા બાદ વડાપ્રધાન પહેલા હેલિકોપ્ટર દ્વારા ફિરોઝપુર પહોંચવાના હતા. ખરાબ હવામાનને કારણે બુધવારે સવારથી હેલિકોપ્ટર ટેકઓફ કરી શક્યું ન હતું, પંજાબ પોલીસે આ રૂટ બાય રોડ ફિરોઝપુરથી એસપીજી સુધી પહોંચવા માટે સૂચવ્યું હતું, જે વડા પ્રધાનની સુરક્ષા માટે જવાબદાર છે. પંજાબ પોલીસે આ માર્ગને સુરક્ષિત જાહેર કર્યો, પરંતુ તેના પર મોટી ચૂક થઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીએસસીએ ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ તારીખે યોજાશે પરીક્ષા