Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈની બે ઈંટરનેશનલ શાળાઓને મળ્યા ધમકીભર્યા મેલ, શહેરમાં પણ ધમાકાની આપી વોર્નિંગ

Bomb Threat
, સોમવાર, 16 જૂન 2025 (17:01 IST)
મુંબઈના બે ઈંટરનેશનલ શાળાઓને ધમકી ભરેલા મેલ મળવાનો મામલો સામે આવ્યો છે. બીજી બાજુ ઘટના વિશે સૂચના મળતા જ હડકંપ મચી ગયો. પોલીસની ટીમ સૂચના મળતા જ તપાસમાં લાગી ગઈ. મુંબઈની જે બે શાળાઓને ધમકી ભરેલા મેલ મળ્યા છે તેમા દેવનાર સ્થિત કનાકિયા ઈંટરનેશનલ્શાળા અને કાંદિવલીની સમતાનગર સ્થિત રાયન ઈંટરનેશનલ સ્કુલનુ નામ છે. આ બંને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.  મેલ મોકલનારા શાળાઓ ઉપરાંત મુંબઈમાં બોમ્બ ધમાકાની ધમકી આપી છે.  
 
અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધાયો 
બીજી બાજુ બે શાળાઓને ધમકીભરેલા મેલ મળવાની સૂચના પોલીસને આપવામાં આવી છે. ઘટના પછી પોલીસની ટીમ તપાસમાં લાગી ગઈ છે.  જો કે પોલીસને તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.  હાલ આ મામલાને લઈને મુંબઈના દેવનાર અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુંબઈના બીકેસી સ્થિત અમેરિકી વાણિજ્ય દૂતાવાસને પણ ધમકી આપી હતી.  ત્યારબાદ શાળાઓને આપવામાં આવેલી નવી ધમકીએ ચિંતા વધારી દીધી છે.  હાલ મુંબઈ પોલીસ મેલ મોકલનારને શોધી રહી છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, અમદાવાદના અને ભાવનગરમાં વરસાદનુ આગમન, જેસરમાં બે કલાકમાં 9 ઈંચ વરસાદ video