Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad plane crash: 7 મહિના સુધી ગ્રાઉંડેડ રહ્યુ વિમાન, એયર ઈંડિયાના ડ્રીમલાઈનર 787-8 ને લઈને મોટો ખુલાસો

Air India Dreamliner crash
, શનિવાર, 14 જૂન 2025 (16:32 IST)
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલોટ સુમિતનો અંતિમ મેસેજ સામે આવ્યો છે. જેમા તેમણે એટીસીને કહ્યુ હતુ મેડે, મેડે,  મેડે... થ્રસ્ટ નથી મળી રહ્યુ, પાવર ઓછો થઈ રહ્યો છે.. પ્લેન ઉઠી નથી રહ્યુ નહી બચીએ... . આ દુર્ઘટનામાં મરનારાઓનો આંકડો 275 પર પહોચી ચુક્યો છે. તેમા વિમાન મુસાફરો અને ક્રૂ મેમ્બર ઉપરાંત હોસ્પિટલના ડોક્ટર અને તેના પરિજનોનો સમાવેશ છે.  
 
 
5 વર્ષ પહેલા ગ્રાઉંડેડ રહ્યુ વિમાન 
દરમિયાન, વિમાન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી. માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલ બોઇંગ ડ્રીમલાઇનર 787-8 17 નવેમ્બર 2019 થી 7 મહિના માટે ગ્રાઉન્ડેડ હતું. તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ઉદ્યોગ પર સંશોધન કરતી કંપની સિરિયમના જણાવ્યા અનુસાર, વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું ત્યારે તેને મુંબઈ એરપોર્ટ પર સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. આ પછી, તેને 14 જૂન 2020 ના રોજ ફરીથી સેવામાં લાવવામાં આવ્યું. આવી સ્થિતિમાં, વિમાનના ગ્રાઉન્ડિંગ સંબંધિત આ માહિતી ઓનલાઈન કેમ અપલોડ કરવામાં આવી નથી તે સમજની બહાર છે.
 
ડીજીસીએએ બનાવી હાઈલેવલ કમિટી 
 
ડીજીસીએની માર્ગદર્શિકા મુજબ, જો કોઈ વિમાન ગ્રાઉન્ડેડ હોય, તો તેની માહિતી જાહેરમાં હોવી જોઈએ, પરંતુ ડ્રીમલાઇનરને સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ સમય નિર્ધારિત જાળવણી કરતા ઘણો વધુ હતો. આવી સ્થિતિમાં, આ વિમાન વિશે સતત કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
 
ડીજીસીએએ તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. જે વર્તમાન SOP અને અકસ્માતોને રોકવા માટે બનાવેલા SOPનો અભ્યાસ કરશે. આ સમિતિ પહેલાથી ચાલી રહેલી તપાસને અસર કરશે નહીં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેચ પકડવાના નિયમોમાં મોટો ફેરફાર, હવે દુનિયાનો કોઈ ફિલ્ડર આ કરી શકે નહીં