Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી મંત્રીમંડળમાંથી મુખ્તાર અબ્બાસ નકવીનુ રાજીનામુ, જાણો શુ છે કારણ

Mukhtar Abbas Naqvi
નવી દિલ્હી. , બુધવાર, 6 જુલાઈ 2022 (17:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક દરમિયાન દેશ અને લોકોની સેવા માટે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના યોગદાનની પ્રશંસા કરી. સૂત્રોએ આ માહિતી આપી. 
 
બંને નેતાઓ માટે આજે અંતિમ બેઠક 
પ્રધાનમંત્રીના વખાણને આ સંકેતના રૂપમાં જોવા મળી રહ્યા છે કે આજે અનેક કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બંને નેતાઓ માટે અંતિમ હતી. બંને નેતાઓને રાજ્યસભા સભ્યના રૂપમાં કાર્યકાળ સાત જુલાઈ એટલે કે ગુરૂવારના રોજ સમાપ્ત થઈ રહ્યુ છે. 
 
તો શુ આજે રાજીનામુ આપી દેશે નકવી ? 
સૂત્રોનુ કહેવુ છે કે બંને નેતા આજે પ્રધાનમંત્રી મોદીને પોતાનુ રાજીનામુ સોંપી શકે છે. નકવીને ભાજપાને થોડા દિવસ પહેલા થયેલા રાજ્યસભાના દ્વિવાર્ષિક ચૂંટણીમાં કંઈથી પણ ઉમેદવાર બનાવાયા નહોતા. 
 
આરસીપી સિંહ જનતા દળ યૂનાઈટેડના 
આરસીપી સિંહ જનતા દળ યુનાઈટેડના ક્વોટામાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી હતા તેમને પણ જેડીયુ દ્વારા આગામી કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની બેઠક બાદ નકવીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.
 
ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળ્યા નકવી 
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. આ બેઠક એવા સમયે આવી છે જ્યારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ અને લોકોની સેવામાં નકવીના યોગદાનની પ્રશંસા કરી હતી.
 
કેબિનેટની બેઠક બાદ નડ્ડા પાર્ટી હેડક્વાર્ટરમાં નડ્ડાને મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ કયા અને કયા મુદ્દે વાત કરી તે અંગે સત્તાવાર રીતે કંઈ જ કહેવામાં આવ્યું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન નકવીની ભાવિ ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી.
 
ઉલ્લેખનીય છે  કે, નકવી હાલમાં કેન્દ્ર સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી અને રાજ્યસભામાં ભાજપના ઉપનેતા છે. રાજ્યસભામાં તેમનો કાર્યકાળ આ વર્ષે 7 જુલાઈ, ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. તાજેતરમાં રાજ્યસભા માટે યોજાયેલી દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપે તેમને ક્યાંયથી ઉમેદવાર બનાવ્યા ન હતા. ત્યારથી, એવી અટકળો ચાલી રહી છે કે પાર્ટી તેમને નવી ભૂમિકા સોંપી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Man Dies While Making Physical Relation: ગર્લફ્રેંડ કે સાથે સંબંધ બનાવતી વખતે યુવકનુ મોત, પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો