Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

40 મહિલાઓનો એક જ પતિ, રૂપચંદ

40 મહિલાઓનો એક જ પતિ, રૂપચંદ
, બુધવાર, 26 એપ્રિલ 2023 (14:51 IST)
Bihar 40 women have only one husband, Rup Chand- બિહારમાં ચાલી રહી જાતિ ગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. બિહારના અરવલ જીલ્લામાં એક વિસ્તારમાં જાણકારી લેવા ગયેલા અધિકરી તે સમયે ચોંકી ગયા જ્યારે 40 મહિલાઓના પતિના એક જ નામ સામે આવ્યા. અહીં પર 40 મહિલાએ કહ્યુ કે તેમના પતિનુ નામ રૂપચંદ છે. વસ્તી ગણતરી માટે પહોંચેલ અધિકારીઓને આ વાતની જેમ જ જાણકારી મળી તે ચોંકી ગયા. 
 
અરવલના એક વિસ્તારની 40 મહિલાઓ દ્વારા રૂપચંદને તેમનો પતિ જણાવ્યા તો તેમાથી કેટલાકએ રૂપચંદને તેમનો દીકરો અને પિતા પણ જણાવ્યા છે. વસ્તી ગણતરી કરનારા અધિકારી રૂપચંદથી મળી જ શક્યા. તે જાણકારી સામે આવ્યા પછી પ્રશાસનમાં હોબાળો મચી ગયો છે. 
 
આ એપિસોડમાં જ્યારે અધિકારીઓએ મહિલાઓને તેમના પતિનું નામ પૂછ્યું તો આ સવાલના જવાબમાં એક જ વિસ્તારના અલગ-અલગ ઘરોમાં રહેતી મહિલાઓએ તેમના પતિનું નામ રૂપચંદ જણાવ્યું. ખરેખર, આ મહિલાઓ જ્યાં રહે છે તે જગ્યા રેડ લાઇટ એરિયા છે. અહીંની મહિલાઓ લાંબા સમયથી નાચ-ગાન કરીને પોતાનું જીવન જીવી રહી છે.
 
તેમજ કેટલીક મહિલાઓ સેક્સ વર્કરના રૂપમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. આ મહિલાઓની સામે સૌથી મોટી સમસ્યા આ છે કે તે તેમના પતિનુ નામ શું જણાવે તેથી તેમણે રૂપિયાને જ તેમનો બધુ માની લીધુ છે અને આ કારણે તે તેમના પતિના નામ વાળા બોક્સમાં રૂપચંદ લખાવે છે. અહીં કેટલીક મહિલાઓએ જનગણનાના કાગળમાં દીકરા અને પિતાના બોક્સમાં પણ રૂપચંદના નામ લખાવ્યા છે. આ મહિલાઓ પૈસાને જ રૂપચંદ કહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"એક Whatsapp ગ્રુપ એસા ભી" જ્યાં કોરોનાના સમયગાળા દરમિયાન વિધવા મહિલાઓના લગ્ન નક્કી કરવામાં આવે છે