Publish Date: Fri, 03 Feb 2017 (13:52 IST)
Updated Date: Fri, 03 Feb 2017 (14:10 IST)
ભોપાલ- એક દિલને દહલાવનારી ઘટનામાં રિટાયર્ડ ડીએસપીના દીકરાએ લિવ ઈન રિલેશનમાં રહેતી એક છોકરીની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે ઘરમાં જ ચબૂતરો બનાવી લાશને દાટી દીધી.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે આશરે સાત કલાક કડક પૂછ્પરછ પછી ઉદયને આકાંક્ષાની હત્યા કરીને પોતાના જ બેડરૂમમાં એક સીમેંટનો ચબૂતરો બનાવીને તેમના દાંટી દેવાની વાત સ્વીકારી લીધી.
ઉલ્લેખનીય છે કે આઈઆઈટી દિલ્લીથી પાસ ઉદયનના પિતા ભારત હેવી ઈલેક્ટ્રિકસ લિમિટેડ ભેલ (ભોપાલ)થી સેવાનિવૃત કર્મચારી છે. તેમની માતા છત્તીસગઢ પોલીસમાં ઉપપોલીસ અધીક્ષક પદથી સેવાનિવૃત થઈને હવે અમેરિકામાં રહી રહ્યાછે. બેરોજગાર હોવા છતાંય શ્રીમંત બનવાનો શોખીન ઉદયન અહીં એકલો રહેતો હતો. પોલીસને તેના ઘરેથી બે મોંઘી કાર મળી છે.
પોલીસ મુજબ ઉદયને જણાવ્યું કે તેની આકાંક્ષા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. તેને જૂનમાં આકાંક્ષાને ભોપાલ બોલાવી અને બન્ને તે ના મકાનમાં લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા. ડિસેમ્બરમાં ચરિત્ર શંકાને લઈને તેને તેમનો પરસ્પર વિવાદ થયા પછી આકાંક્ષાની હત્યા કરી નાખી. ત્યારબાદ તેની લાશને એક બોક્સમાં બંધ કરી તેની ઉપર સીમેંટનો ચબૂતરો બનાવી દીધો. ઉદયન આ ચબૂતરા પર પથારી કરી સૂતો હતો.