Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગયામાં અંધવિશ્વાસ - કબરમાં દફન બાળકોને જીવતા કરવા માટે ચાલી રહ્યો છે ખુલ્લો ખેલ

bhajan kirtan
, બુધવાર, 11 મે 2022 (10:47 IST)
ગયા. બિહારના ગયામાં અંધવિશ્વાસ  (Superstition In Bihar)ના ચક્કરમાં પડીને ભજન કીર્તન કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે બભનડીહ ગામમાં કૌલેશ્વર યાદવના 13 વર્ષીય પુત્રનુ તાડના ઝાડ પરથી પડવાથી મોત થયુ. કિશોરના મોત પછી તેને લોકોએ દફનાવી દીધો હતો. હવે તેને જીવતો કરવા માટે 3 દિવસથી ભજન કીર્તન (Bhajan Kirtan at child grave in gaya) કરવામા આવ્યા છે. બાળકોના કબરના ઉપર એક પુસ્તક મુકવામાં આવ્યુ છે. જેને વાચીને જ ભજન કરવામાં આવી  રહ્યુ છે. 
 
ઝાડ પરથી પડી જવાથી બાળકનુ મોત 
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમસ પોલીસ મથકના બભનડીહ ગામના કૌલેશ્વર યાદવનો 12 વર્ષીય પુત્ર રંજન કુમાર ગત રોજ તાડના ઝાડ પર ચઢ્યો હતો. તે તાડના ફળ તોડવા ઝાડની ટોચ પર ચઢી ગયો. દરમિયાન અચાનક તેણે સંતુલન ખોયુ અને તે નીચે પડી ગયો. ઉંચાઈ પરથી નીચે પડી જવાથી બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે ના મૃત્યુ બાદ પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર કરતા મૃતદેહને દફનાવ્યો હતો.
 
અંધશ્રદ્ધામાં સપડાયા પરિજનો : આ પછી પરિવારના કેટલાક લોકોનુ માનવુ હતુ કે સ્તોત્ર જાપ કરવાથી બાળક ફરીથી જીવિત થશે. આ માટે, જ્યાં રંજનને દફનાવવામાં આવ્યો હતો ત્યાં હવે ભજન કીર્તન  શરૂ કરવામાં આવ્યું છે. સોમવારથી આ ભજન કીર્તન ચાલી રહ્યું છે.
 
મંગળવારે બીજા દિવસે પણ લોકો ભજન કીર્તન કરતા રહ્યા. લોકોનુ માનવુ છે કે બુધવારે ત્રીજા દિવસે કીર્તન કર્યા બાદ બાળક જીવીત થઈ જશે. બાળકને જીવીત કરવા માટે કબર પાસે ભજન કીર્તન ચાલી રહ્યુ છે. લોકોનુ માનીએ તો કબર પાસે 3 દિવસ સુધી બાળકને જીવતો કરવા ભજન કીર્તનના માધ્યમથી પરમપિતા પરમેશ્વરનુ આહ્વાન કરવામાં આવશે. અંધવિશ્વાસના ચક્કરમાં ફસાયેલા લોકોને પુરો વિશ્વાસ છે કે પરમપિતાના આશીર્વાદથી રંજન ફરીથી જીવિત થઈ જશે. અને પરિવારમાં ખુશહાલી પરત આવશે. હાલ કબરમાંથી બાળકને જીવતો કરવા માટે ત્યા પરમપિતાનુ આહ્વાન એક પુસ્તકમાંથી વાંચીને સતત કરવામાં આવી રહ્યુ છે અને તેમા ડઝનો લોકોનો સમાવેશ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના ભરડામાં NID, કેમ્પસમાં વધુ 13 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા