Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વખતે જનગણના એકદમ અલગ રહેશે, ગૃહ મંત્રીએ બતાવી ઈ સેસસનો પ્લાન, જાણો શુ રહેશે ખાસિયત

amit shah
, મંગળવાર, 10 મે 2022 (00:13 IST)
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ડિજિટલ વસ્તી ગણતરી થશે, જેના આંકડા સો ટકા સચોટ હશે. તેમણે કહ્યું કે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરીના આધારે તે આગામી 25 વર્ષની નીતિ નક્કી કરવામાં મદદ કરશે. આસામના કામરૂપ જિલ્લામાં અમીગાંવ ખાતે વસ્તી ગણતરી કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે ગૃહમંત્રીએ આ વાત કહી. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વસ્તી ગણતરીના આધારે જ વિકાસનું પ્રમાણ નક્કી કરી શકાય છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો કેવું જીવન જીવે છે, પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોનું જીવનધોરણ કેવું છે, આ બધું વસ્તી ગણતરીના ડેટાના આધારે જ નક્કી કરી શકાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2022: જસપ્રીત બુમરાહે આઈપીએલમાં પહેલીવાર ઝટકી 5 વિકેટ, 1 ઓવર તો ટ્રિપલ વિકેટ મેડન કાઢી