Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NCERTના બુકમાં બદલાયો બાબરી અને અયોધ્યા રામ જન્મભૂમિ કંટેટ, ગુજરાત રમખાણોના ટૉપિક્સ પણ હટાવ્યા

NCERTના બુકમાં બદલાયો બાબરી અને અયોધ્યા રામ જન્મભૂમિ કંટેટ, ગુજરાત રમખાણોના ટૉપિક્સ પણ હટાવ્યા
, શુક્રવાર, 5 એપ્રિલ 2024 (11:19 IST)
NCERT એટલે કે નેશનલ કાઉંસિલ ફોર એજુકેશનલ રિસર્ચ એંડ ટ્રેનિંગ ની ચોપડી નવા સેશન માટે મોટા ફેરફાર કર્યા છે. NCERTએ ધોરણ 12માની પૉલિટિકલ સાઈંસની ચોપડીમાં ઘણા ફેરફાર કર્યા છે. ચોપડીથી બાબરી મસ્જિદ હિન્દુત્વની રાજનીતિ, 2002ના ગુજરાત રમખાણો અને લઘુમતીઓને લગતા કેટલાક સંદર્ભો દૂર કરવામાં આવ્યા છે. આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25 થી લાગુ કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં, પુસ્તકોમાંથી ઘણા સંવેદનશીલ વિષયો દૂર કરવામાં આવ્યા છે.
 
 
NCERT એ કરી જાહેરાત 
એનસીઆરટીએ ગુરૂવારે આ ફેરફારોને તેમની વેબસાઈટ પર સાર્વજનિક કરી નાખ્યુ. સેંટ્રલ બોર્ડ ઑફ સેકેંડરી એજુકેશનથી માન્યતા પ્રાપ્ત શાળાઓમાં NCERT પુસ્તકો ભણાવવામાં આવે છે. દેશમાં આ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓની સંખ્યા લગભગ 30 હજાર છે. CBSE બોર્ડની શાળાઓ ભારતના લગભગ દરેક ભાગમાં હાજર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય રાજ્યોના બોર્ડના પુસ્તકોમાં પણ આવા ફેરફારો જોવા મળે છે.
 
આ પણ બદલાય છે
'ઇન્ડિયન પોલિટિક્સઃ ન્યૂ ચેપ્ટર'માં જ બાબરી મસ્જિદ અને 'હિંદુત્વ રાજકારણ'ના સંદર્ભો પણ હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિર કેવી રીતે બન્યું. 'લોકશાહી અધિકાર' નામના 5મા પ્રકરણમાં ગુજરાત રમખાણોનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે. NCERTનું કહેવું છે કે આ ઘટના 20 વર્ષ જૂની છે અને તેને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kaia Arua Passed Away: ક્રિકેટ જગતમાં શોક ની લહેર, 33 વર્ષની વયમાં ક્રિકેટરે દુનિયાને કહ્યુ અલવિદા