Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અરવિંદ કેજરીવાલે 9 દિવસ પછી સ્વાતિ માલીવાલ પર મૌન તોડ્યું, શું કહ્યું?

arvind kejriwal swati maliwal
, ગુરુવાર, 23 મે 2024 (16:09 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ આખરે સ્વાતિ માલીવાલના મુદ્દા પર તેમની ચુપ્પી તોડી નાખી છે. મુખ્યમંત્રી આવાસમાં આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસાદને મારવાનો આરોપ પર મુખ્યમંત્રી કહ્યુ કે તે તેમાં નિષ્પક્ષ તપાસ અને ન્યાય ઈચ્છે છે. 
 
અરવિંદ કેજરીવાલે પીટીઆઈને કહ્યું કે આ ઘટનાની બે બાજુઓ છે. માલીવાલના આરોપોને લઈને ભાજપ ખૂબ જ આક્રમક છે અને મુખ્યમંત્રીના મૌન પર સવાલ ઉઠાવી રહી છે.
 
દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે 13 મેના રોજ સવારે જ્યારે તે મુખ્યમંત્રી આવાસ પર હાજર હતી ત્યારે મુખ્યમંત્રીના નજીકના સહયોગી બિભવ કુમારે તેના પર હુમલો કર્યો હતો. માલીવાલે આરોપ લગાવ્યો છે કે તેમને મુખ્યમંત્રીના ડ્રોઈંગ રૂમમાં ખરાબ રીતે મારવામાં આવ્યો હતો. પોલીસે કેસ નોંધ્યા બાદ બિભવ કુમારની ધરપકડ કરી લીધી છે.

કેજરીવાલે કહ્યું, 'પરંતુ મને આશા છે કે યોગ્ય તપાસ થશે. ન્યાય મળવો જોઈએ. ઘટનાને લઈને બે પક્ષો છે. પોલીસે બંને પક્ષની યોગ્ય તપાસ કરી ન્યાય કરવો જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેક્સિકોમાં સ્ટેજ ધરાશાયી, નાસભાગમાં 9 લોકો કચડ્યા, ભયાનક વીડિયો થયો વાયરલ