Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડોન કો પકડના મુમકીન હૈ: વિશ્વમાં ડંકો વગાડનાર લોથલ હવે ધીરે ધીરે બનતું જાય છે અમિતાભ નગર

ડોન કો પકડના મુમકીન હૈ:  વિશ્વમાં ડંકો વગાડનાર લોથલ હવે ધીરે ધીરે બનતું જાય છે અમિતાભ નગર
, રવિવાર, 10 ઑક્ટોબર 2021 (09:45 IST)
૧૧મી ઓક્ટોબર ૨૦૨૧ એટલે કે મહાનાયક - અમિતાભ હરિવંશરાય બચ્ચનનો 79th જન્મ દિવસ અને એમાં ભારત દેશ અને ગુજરાત રાજ્યના એક ઐતિહાસિક હેરિટેજ શહેર લોથલ જેના અમિતાભ બચ્ચન બ્રાન્ડ એમ્બેસેડર પણ છે ત્યાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રોપર્ટી કીટલીના કૌશલ શાહ જે નાનપણ થી એમને પ્રેરણારૂપ માને છે એમણે વર્ષ ૨૦૨૧માં પણ એક નવું નઝરાણું પ્રસ્તુત કર્યું છે.
 
અમિતાભ બચ્ચનનું ખાસ મંદિર(2019), એમની કારકિર્દીને ઉજાગર કરતું એક રસપ્રદ બચ્ચન મ્યુઝિયમ (2020) પછી  હવે 2021 માં લોથલમાં બચ્ચન વિલાનું ભવ્ય અનાવરણ થયું છે.
કૌશલ શાહે જણાવ્યું હતું કે, "બચ્ચન સાહબ ને કોઈ ઓળખાણ અને પ્રસિદ્ધિની જરૂર નથી પરંતુ એમનું સંઘર્ષ અને વિજયથી ભરેલું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સ્ત્રોત છે. માટે જ દુનિયા એમને એક્ટિંગ ના મહાનાયક માનતી હોય પણ હું એમને જીવનના મહાનાયક માનું છું. 
 
અમે છેલ્લા ૭ વર્ષ થી અને ઘણા લોકો ઘણા વર્ષોથી એના જન્મદિવસ ઉપર ગીતો ગાઈને, ડાન્સ કરીને, મુવી જોઈને ઉજવણી કરે જ છે પણ ૨૦૧૯માં વિચાર આવ્યો કે લોથલમાં અમારા આપણા મલક ઉપર જે પ્લોટ અને વિલા નો પ્રોજેકટ છે ત્યાં કશું એવું નિર્માણ કરીયે જેથી વર્ષો સુધી આવનારી પેઢી એને યાદ રાખે અને બચ્ચન સાહેબ ના જીવન માંથી પ્રેરણા લે. એટલે જ ૨૦૧૯માં અમે બચ્ચન સાહેબનું એક મંદિરનું નિર્માણ કર્યું. 
 
પછી ૨૦૨૦માં કોરોના કાળ દરમયાન બચ્ચન મ્યુઝિયમ બનાવ્યું એને આજે 2021 માં અમે પ્રસ્તુત કરીયે છીએ 3 બચ્ચન વિલા જેના નામ ડોન, યારાના અને શરાબી વીલા છે. ભવિષ્યમાં એક નાનું થિએટર, બાળકો માટે પાર્ક, કદાચ એક નાની શાળા, બચ્ચન ફોરેસ્ટ, અને ઘણું બધું બનવાનું સપનું છે. જેથી લોથલમાં ટુરિઝમનો વિકાસ થાય, હેરિટેજ ને જાણકારી મળે, લોકોને રોજગારી મળે.
 
આજે એમના જન્મદિવસ નિમિત્તે બચ્ચન સાહેબનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિ થી ભરેલું રહે એના માટે એમના જ પિક્ચર ના નામ થી લખાયેલ અને એમના જ ગીત ઉપર બનાવેલ આરતી પણ પ્રસ્તુત કરવામાં આવી.
 
બચ્ચન સાહેબના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ક્વિઝ પ્રોગ્રામ, સિંગિંગ, ડાન્સિંગ, અંતાક્ષરી અને પેઇન્ટિંગની જોરદાર મજા માણી. કાર્ય્રક્રમ દરમયાન દ્વારા બચ્ચન સાહેબ ના ભજવાયેલા પાત્ર ના ડ્રેસ પહેરી ને પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમ અને ક્વિઝના સંચાલનમાં સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસીસના સૂભોજિત સેને અધભૂત વ્યૂહરચના કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cruise Rave Party Case : સૈનેટરી પૈડમાં ડ્રગ્સ છુપાવીને લઈ ગઈ હતી મુનમુન ? વીડિયો થયો વાયરલ