Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાશ્મીરમાં અલ્પસંખ્યકોની હત્યાથી એક્શનમાં સરકાર, સેનાને આદેશ, ખૂણો ખૂણો ખૂંદીને આતંકવાદીઓનો ખાત્મો કરો

કાશ્મીરમાં અલ્પસંખ્યકોની હત્યાથી એક્શનમાં સરકાર, સેનાને આદેશ, ખૂણો ખૂણો ખૂંદીને આતંકવાદીઓનો ખાત્મો કરો
, શનિવાર, 9 ઑક્ટોબર 2021 (17:06 IST)
જમ્મુ -કાશ્મીરમાં નિશાન બનાવીને લઘુમતી સમુદાયના લોકોની હત્યા કરનારાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારેકાર્યવાહી કરવાની 'સ્વતંત્રતા' આપી છે. સુરક્ષા દળોને સરકારની સૂચના છે કે હત્યા કરનારા આતંકવાદીઓનો ખાત્મો કરે. કાશ્મીર ઘાટીમાં અલ્પસંખ્યક હિંદુ નએ સિખ સમુહના લોકોની હત્યા કરી, તેમની અ6દર ભયન માહોલ બનાવવા અને સદીઓ જૂના સાંપ્રદાયિક સદ્દભાવને નુકશાન પહોંચાડવાના પાકિસ્તાનના ઉદ્દેશ્યને કચડવા અને ભદકાવેલી હિંસાના નવા ચક્રનો મુકાબઓ કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કડક સુરક્ષા વિકલ્પોનો ઉપયોગ કરવા માટે તૈયાર છે. 
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે 7 ઓક્ટોબરના રોજ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી, કેન્દ્રએ નક્કી કર્યું છે કે તેની પ્રથમ પ્રાથમિકતા ગુનેગારોને ખતમ કરવાની છે અને તેમની સામે કાર્યવાહી કરવાની છે.
 
છેલ્લા 6 દિવસમાં ખીણમાં 7 નાગરિકો માર્યા ગયા છે, જેમાંથી 6 શહેરમાં માર્યા ગયા છે. મૃતકોમાં ચાર લઘુમતી સમુદાયના હતા. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએસ) એ આ આતંકવાદી ઘટનાની જવાબદારી સ્વીકારી છે.. આ સંગઠનનું અસ્તિત્વ જમ્મુ -કાશ્મીરમાં કલમ 370 પછી આવ્યું, જેને પાકિસ્તાનનું સમર્થન છે. ગુપ્તચર એજન્સીઓ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની ચાર આતંકવાદ વિરોધી અને ગુપ્તચર ટીમો શ્રીનગરમાં ધામા નાખી રહી છે, જેને પિન-પોઇન્ટ એક્શન દ્વારા આ આતંકી મોડ્યુલોને ખતમ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પીએમ ફ્રેડરિકસેને મોદીને આખી દુનિયા માટે બતાવ્યા પ્રેરણા સ્ત્રોત, ડેનમાર્કને પણ આવવાનુ આપ્યુ આમંત્રણ